અજબગજબ ધાર્મિક-દુનિયા

વિષ્ણુ ભગવાનના આ મંદિરોનો ઇતિહાસ જાણવા જેવો છે, જેના દર્શન માત્રથી ચિંતાઓ થાય છે દૂર, વાંચો ચમત્કારિક મંદિરો વિશે

મંદિરોના 7 દરવાજાનો પાછળ છે ઊંડું રહસ્ય, આખી દુનિયા ડરે છે કે જો ખુલી ગયું તો….

આપણો દેશ એક ધાર્મિક દેશ છે, જેમાં ઘણા ધર્મના લોકો સાથે મળીને રહે છે, આપણા દેશનો સૌથી મોટો ધર્મ હિન્દૂ છે, હિન્દૂ ધર્મની માન્યતા પ્રમાણે દુનિયામાં ત્રણ દેવ મુખ્ય છે. બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ. આ સિવાય પણ તેમના અંશો રૂપે આપણા દેશમાં ઘણા દેવોની પૂજા કરવામાં આવે છે. આ દેવોના ઘણા મંદિરો પણ ઠેર ઠેર અને ગામે ગામ આવેલા છે.

Image Source

આજે આપણે એ ત્રિદેવોમાંના એક દેવ વિષ્ણુભગવાનના કેટલાક ચમત્કારિક મંદિરોના ઇતિહાસ વિશે જાણીશું, જ્યાં ભક્તોની મનોકામના  પૂર્ણ થાય છે અને દર્શન માત્રથી ચિંતાઓ દૂર થાય છે.

Image Source

જગન્નાથ મંદિર:
જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી જ કથાઓ અને ઘણા જ કિસ્સાઓ આજે પણ પ્રચલિત થયેલા જોવા મળે છે, દરરોજ આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. વૈષ્ણવોના ચારધામમાંના એક ધામમાં આ મંદિરનો સમાવેશ થાય છે. જગન્નાથપુરીની રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. અને રથયાત્રાનો લાભ લે છે.

Image Source

પદ્મનાભ સ્વામી મંદિર:
ભગવાન વિષ્ણુનું એક સૌથી પ્રસિદ્ધ મંદિર કેરળ અજયના તિરૂવનંતપુરમમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમા શેષનાગ ઉપર શયન કરતી બિરાજમાન છે. દૂર દૂરથી લોકો આ મંદિરની અંદર પોતાની સમસ્યાઓને લઈને આવે છે, એવી માન્યતા છે આ મંદિરમાં મનુષ્યના બધા જ કષ્ટો દૂર થાય છે. માટે જ લોકોને આ મંદિર પ્રત્યે અતૂટ વિશ્વાસ છે અને જેના કારણે દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે.

Image Source

આ મંદિર વિશેના કેટલાક રહસ્યો પણ છે. આ મંદિરમાં 7 દરવાજા હતા, જેને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખોલવામાં આવ્યા હતા. જેમાંથી લાખો કરોડો રૂપિયાના હીરા અને ઘરેણાં મળી આવ્યા હતા, પરંતુ 7માં દરવાજા ઉપર કોબ્રા સાપનું ચિત્ર જોઈને કામ રોકી દેવામાં આવ્યું હતું. એવી માન્યતા હતી કે સાતમો દરવાજો ખોલવો અશુભ ગણાશે.

Image Source

એવું પણ કહેવાય છે કે સાતમો દરવાજો ખોલવાનો પહેલા ખુબ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઝેરી સાપના કરડવાથી દરવાજો ખોલવા આવેલા એ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરના દરવાજાને કેટલાક ખાસ મંત્રોચાર દ્વારા જ  ખોલી શકાય છે. જો કોઈ બીજી રીતે આ દરવાજો ખોલવામાં આવે તો મંદિર પણ નષ્ટ થઇ શકે છે.

Image Source

એક એવી પણ માન્યતા છે કે દરવાજને “નાગ બંધમ” અથવ “નાગ પાશમ” મંત્રોનો પ્રયોગ કરીને બંધ કરવામાં આવ્યો છે. તેને ફક્ત “ગરુડ મંત્ર”ના સ્પષ્ટ અને સટીક મંત્રોચ્ચાર દ્વારા જ ખોલી શકાય છે. જે તેમાં કોઈ ભૂલ થઇ ગઈ તો માણસનું મૃત્યુ નિશ્ચિત છે.  એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એવો કોઈ સિદ્ધ પુરુષ નથી મળી શક્યો જે મંદિરની આ ગુથ્થી ઉકેલી શકે.

Image Source

એવું કહેવામાં આવે છે કે આ મંદિરના ખજાનામાં બે લાખ કરોડનું સોનુ છે. પરંતુ ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર હકીકતમાં તેની અનુમાનિત રકમ તેનાહ્તી પણ દસ ઘણી હોઈ શકે છે. આ ખજાનામાં સોના-ચાંદીના મોંઘા ઘરેણાં, હીરા, પન્ના, રુબી અને બીજા કિંમતી પથ્થર અને સોનાની મૂર્તિઓ છે. જેની કિંમત આંકવી પણ ખુબ જ મુશ્કેલ છે.

Image Source

રંગનાથ સ્વામી મંદિર:
દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લી શહેરના શ્રીરંગમાં આવેલું ભગવાન વિષ્ણુનું આ એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં એકાદશીના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામે, લંકાથી વિજય મેળવ્યા બાદ આજ મંદિરમાં આવીને પૂજા કરી હતી. એવી પણ માન્યતા છે કે ગૌતમ ઋષિના કહેવા ઉપર ખુદ બ્રમ્હાજીએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

Image Source

તિરૂપતિ વેન્કેટેશ્વર મંદિર:
આ મંદિરને ભગવાન વિષ્ણુનું સૌથી જૂનું અને પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. આ મંદિર તિરૂપતિ પાસે તિરુમાલા પહાડીઓ ઉપર આવેલું છે. બાલાજી અથવા વેન્કેટેશ્વરને ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં દરવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દર્શનનો લાભ લે છે. આ મંદિરની અંદર સૌથી વધુ દાન ભેટ આવે છે અને આ મંદિરમાં પોતાના વાળ અર્પણ કરવાનો પણ રિવાજ છે.

Image Source

બદ્રીનાથ મંદિર:

હિન્દૂ ધર્મના મુખ્ય ચારધામમાં જેનો સમાવેશ થાય છે એવા બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ પણ રોચક છે, કહેવાય છે કે આજ સ્થાન ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ ભગવાન શિવની આરાધના કરવા માટે તપ કર્યું હતું. આ મંદિરની અંદર આખું વર્ષ ભક્તોની ભીડ જામેલી રહે છે, દેશના જ નહિ, વિદેશીઓ માટે પણ આ મંદિર આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે.