હિન્દૂ ધર્મમાં શ્રી રામ દેવતા પૈકી એક છે. મર્યાદા પુરષોતમ પ્રભુ શ્રી રામને ભગવાનના વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે.રામે ત્રેતા યુગમાં રાવણના સંહાર કરવાં માટે ધરતી પર અવતાર લીધો હતો. બાળપણમાં રામાયણથી જોડાયેલી ઘણી વાર્તાઓ સાંભળી છે. અને બધી વાર્તા કંઈકને કંઈક પ્રેરિત કરે છે. રામ તેના ભક્તો માટે પૂર્ણતા અવતાર છે. પરંતુ ક્યારે તમે વિચાર્યું છે કે શ્રી રામને મર્યાદા પુરુષ કેમ કહેવામાં આવે છે.

કૌશલ્યા નંદન પ્રભુ શ્રી રામ તેના ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને એક સમાન પ્રેમ કરતા હતા. ભગવાન રામે તેની માતા કૈકયીની 14 વર્ષની વનવાસની ઈચ્છાએ સહર્ષ સ્વીકારી પિતાને આપેલા વચનને નિભાવ્યું હતું. રામે ‘રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ના જાયે.’ રામે માતા-પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરતી વખતે ‘કેમ’ શબ્દ ક્યારે પણ મોઢા પર નથી આવ્યું. રામ એક આદર્શ પુત્ર, શિષ્ય, ભાઈ, પતિ, પિતા અને રાજા બન્યા હતા. જેમાં રાજ્યની પપ્રજા સુખ-સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી.

મર્યાદા પુરુષોત્તમનો અર્થ:
મર્યાદા શબ્દ સંસ્કૃત શબ્દ છે. મર્યાદાનો અર્થે છે સન્માન અને ન્યાય પારાયણ, જયારે પુરુષોત્તમ અર્થ થાય છે સર્વોચ્ય વ્યક્તિ. બન્ને શબ્દ જયારે જોડાય છે ત્યારે સન્માનમાં સર્વોચ્ય થાય છે. ભગવાન શ્રી રામે ક્યારે પણ તેની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. ભગવાને શ્રી રામે હંમેશને માટે માતા-પિતા અને ગુરુનું આજ્ઞાનું પાલન કરતા હતા. સાથે તેના રાજ્યની સમગ્ર પ્રજાનું ધ્યાન રાખતા હતા. રામ ફક્ત એક આદર્શ પુત્રજ ના હતા. પરંતુ આદર્શ ભાઈ, પતિ અને રાજા હતા.

કેમ કહેવામાં આવે છે શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ
બધા ભક્તો શ્રી રામને આદર્શ માને છે.એટલું જ નથી રામ તેના પરિવાર અને આખા અયોધ્યામાં સૌના માનીતા હતા, કારણ કે તે બધા કર્તવ્યનું પાલન પૂર્ણતા સાથે કરતા હતા. શ્રી રામ બધા રૂપમાં આદર્શ હતા.

એક પુત્રના રૂપે શ્રી રામ
શ્રી રામ રાજા દશરથના પુત્ર અને અયોધ્યાના રાજા હતા. આજે ભાઈ-બહેન સંપત્તિ મળે લડતા હોય છે. ત્યારે શ્રી રામે તેના ભાઈ ભરત માટે અયોધ્યા રાજ્ય ત્યાગી દીધું હતું. જયારે તેની સાવકી માતા કૈકેયીને વનવાસ જવાનો આદેશ કર્યો હતો. શ્રી રામના પિતા દશરથ ક્યારે પણ ઇચ્છતા ના હતા, પરંતુ કૈકેયીને આપેલા વચનને કારણે તે કંઈ કરી શકતા ના હતા. પરંતુ તેના પિતાને આપેલા વચન પ્રમાણે શ્રી રામ 14 વર્ષ માટે વનવાસ ગયા હતા. શ્રી રામ તેની પત્ની સીતા અને તેના ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષ સુધી જંગલમાં રહ્યા હતા.

એક ભાઈ તરીકે શ્રી રામ
શ્રી રામના ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ. ત્રણેય તેના મોટા ભાઈનો અંદર કરતા હતા. શ્રી રામ ત્રણેય ભાઈઓ માટે આદર્શ હતા. શ્રી રામ 14 વર્ષ વનવાસમાં ગયા ત્યારે સારો રાજપાટ ભરતને સોંપી દીધો હતો. પરંતુ તો પણ તેને તેના નાના બહાઈ પ્રતિ ક્યારે પણ પ્રેમ ઓછો થયો ના હતો. વનવાસ દરમિયાન જયારે પણ ભરત રામને મળવા આવતો હતો ત્યારે શ્રી રામ એંક મોટા ભાઈ તરીકે તેને માર્ગદર્શન આપતા હતા.

શ્રી રામ એક પતિના રૂપે
શ્રી રામ હંમેશા તે ના કામમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ વ્યસ્તા વચ્ચે પણ તેની પત્ની સીતાદેવીનું પૂરતું ધ્યાન રાખતા હતા. તેને સીતાજીને આદેશ કર્યો હતો કે તેની ગેરહાજરીમાં ઘરની બહાર ના નીકળે. એક વખત વનવાસ દરમિયાન સીતાજીએ શ્રી રામને કહ્યું જે તેને સોનાનું હરણ જોઈએ। શ્રી રામ સીતાની ઈચ્છાપૂર્તિ માટે કુટીરમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારે લક્ષ્મણજીને માતા સીતાની રક્ષા માટે કહેવામાં આવ્યું હતું. લક્ષ્મણજીએ પણ એક રેખા બતાવીને કહ્યું હતું કે, આ રેખાની બહાર ના નીકળતા. એટલામાં જ રાવણ એક સાધુના રૂપમાં આવ્યો અને માતા સીતા પાસે ભિક્ષા માંગી હતી. માતા સીતાએ તે રેખાનું ઉલ્લંઘન કકરી બહાર નીકળતા જ રાવણે તેનું અપહરણ કરી લીધું હતું.

શ્રી રામ રાજાના રૂપમાં
શ્રી રામ એક આદર્શ રાજા હતા. કહેવામાં આવે છે કે, વનવાસ પૂર્ણ કર્યા બાદ શ્રી રામને અયોધ્યાના રાજા ઘોષિત કર્યા હતા ત્યારબાદ કોઈ ચૉરી નથી થઇ કે કોઈ ભૂખમરાથી પણ મર્યુનાં હતું. શ્રી રામમાં નિર્ણય લેવાની ક્ષમતા ગજબ હતી. જયારે લોકોએ સીતાજીના ચરિત્ર પર આંગળી ઉઠાવી હતી ત્યારે ફરી સીતાજીને વનવાસ મોકલી દીધા હતા. આ નિર્ણય શ્રી રામ માટે બહુજ કઠિન હતો. પરંતુ તેને સંબંધને બદલે તેની પ્રજાને મહત્વ આપ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.