રસોઈ

પાણીપુરીના દિવાના હશો તો પણ તમને આ ઇતિહાસ નહિ ખબર હોય, જાણો ક્યાંથી આવી પાણીપુરી

પાણીપૂરી! નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. નાના હોય કે મોટા, દરેકને પાણીપૂરી તો પસંદ હોય જ છે. પાણીપૂરી ભારતનો લોકપ્રિય નાસ્તો છે. એનો સ્વાદ તો એ જ હોય છે પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં તેના અલગ અલગ નામ છે.

લોકો મસ્ત ચટાકાથી વગર રોકાયે ખાયા જ કરે છે. જોઈને જ ખાવાનું મન થઇ જાય છે અને પાણીપૂરીના શોખીનો તો પોતાની જાતને પાણીપૂરી ખાવા માટે રોકી નથી શકતા. પછી જ્યાં સુધી પાણીપૂરીનો સ્વાદ મોંમાં ન જાય ત્યાં સુધી તેમની ભૂખ નથી મટતી. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે પાણીપૂરી ક્યાં બની હતી અને એનું નામ શું હતું?

Image Source

આ મહાન પાણીપૂરીની શરૂઆત મગધ ક્ષેત્રથી થઇ હતી, જે આજે દક્ષિણ બિહાર તરીકે ઓળખાય છે. અહીં પર જ પહેલી વાર પાણીપૂરી બનાવવામાં આવી હતી. પાણીપૂરીનું મૂળ નામ ફુલકી છે. પરંતુ હવે આ આખા દેશની સાથે આખા વિશ્વમાં પણ પહોંચી ગઈ છે.

પાણીપૂરીના કેટલાય નામો છે, જેમકે ક્યાંક એ પાણી પતાશેના નામથી પ્રખ્યાત છે તો ક્યાંક આને પતાસી પણ કહેવાય છે. ઉત્તર ભારતમાં ગોલગપ્પા, પૂર્વ ઉત્તર પ્રદેશમાં ફુલકી, બંગાળ ફૂચકા અને ઓરિસ્સામાં ગુપચ્ચી કહેવાય છે.

સાંજના સમયે જો કોઈ હલકો નાસ્તો કરવો હોય તો પાણીપૂરીથી વધુ સારું બીજું કંઈ જ ન હોઈ શકે. જેનો ખયાલ તો તમને ત્યારે જ આવે જયારે સાંજના સમયે શહેરોમાં બજારોમાં પાણીપૂરીની લારીઓ પાર ભીડ જામે છે. દરેક વર્ગને આ પસંદ આવે છે, ખાસ કરીને મહિલાઓને.

Image Source

પાણીપૂરીને ફક્ત સ્વાદ માટે જ નથી ખાવામાં આવતી પરંતુ તેના અનેક ફાયદાઓ પણ છે. ચટપટી અને મીઠી હોવાની સાથે જ પાણીપૂરી ખાવાથી મોઢામાં પડેલા ચાંદાઓમાં રાહત મળે છે. જો પાણીમાં હિંગ નાખી હોય તો એ એસીડીટી પણ ખતમ કરે છે. પાણીપૂરીને તમે હાઈ કેલરી ફૂડમાં પણ ગણી શકો. 4-6 પાણીપૂરીમાં લગભગ 100 કેલરી હોય છે.

પાણીપૂરી ખાવાના ફાયદાની સાથે સાથે નુકશાન પણ છે. એને હદથી વધુ ખાવી ફાયદાકારક નથી. જેને વજન ઓછું કરવું હોય તે લોકો પાણીપૂરી ન ખાય. કારણકે પાણીપૂરીથી વજન વધે છે.

પાણીપૂરી માર્ગરીટા, ચોકલેટ પાણીપુરી, ફ્લેવરવાળી પાણીપૂરી અને પાણીપૂરી શોટ્સ તો ખૂબ જ પોપ્યુલર છે. હવે તો પાણીપૂરી આઈસ્ક્રીમ પણ માર્કેટમાં આવી ચુક્યો છે.

ઘરે આ રીતે બનશે પાણીપૂરી:

પાણીપૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક કપ મેંદો, એક કપ રવો કે સુજી લો. તેમાં સ્વાદ અનુસાર, મીઠું નાખો. પછી ચપટી જેટલો સોડા ઉમેરો. મોણ માટે એક ચમચી તેલ નાખો. આ બધાને સારી રીતે મિક્સ કરીને હૂંફાળા પાણીથી લોટ બાંધી લો. લોટ બંધાતી વખતે ધ્યાન રાખો કે લોટ બધું ઢીલો કે કઠણ ન થાય. ત્યાર પછી તેને ભીના કપડાથી 30 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

ત્યારપછી નરમ કરવા માટે લોટને ફરીથી મસળો. પછી લોટનો મોટો લુવો લઈને એની પાતળી રોટલી વણી લો. ત્યાર પછી બોટલના ઢાંકણા કે નાના મોલ્ડથી નાની-નાની પૂરીઓ કાપી લો. આ પૂરીઓને કપડાથી ઢાંકીને થોડી વાર રહેવા દો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ મીડીયમ ગરમ હોવું જોઈએ. તેલ ગરમ થઇ જાય એટલે એક એક કરીને પૂરીઓને તેલમાં નાખો અને ધીમી આંચ પર તળાવા દો. આંચ વધુ હશે તો પૂરી ફુલશે નહિ. પુરી ફૂલીને આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે તેને કઢાઈમાંથી બહાર કાઢી લો. અને તેને ખુલા વાસણમાં બે કલાક રહેવા દો. જેથી પૂરી કરકરી અને કડક થઇ જશે. પૂરી તૈયાર છે.

Image Source

હવે આવે છે પાણી બનાવવાનો વારો. પાણી પોતાના સ્વાદ અનુસાર બનાવી શકાય છે. એના માટે થોડા ફુદીનાના પાંદડા, લીલું મરચું, લીલા ધાણા, આમલી કે કાચી કેરીનો પલ્પ, જલજીરા, થોડું આદુ, સંચળ, મીઠું, ચેટ મસાલો, જીરા પાવડર, વરિયાળી પાવડર, હિંગ અને કાળું મરચું જોઈશે. આ બધાને મિક્સ કરીને મિક્સરમાં પેસ્ટ થાય એ રીતે પીસી લો. પછી તેને એક બાઉલમાં કાઢીને પાણી ઉમેરીને પાતળું કરો. પાણી તૈયાર છે. આ પાણીમાં બુંદી પણ નાખી શકાય છે. હવે પહેલાથી તૈયાર કરેલા બાફેલા ચાના અને બટાકાના મસાલાને પૂરીમાં ભરો, પાણીમાં ડુબાડો અને આનંદ લો, ઘરે જ પાણીપૂરીનો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks