મરીડામાં આવેલ મેલડીમાનું ધામ ઇતિહાસ – માત્ર દર્શન કરવાથી જ પુરી થાય છે મનોકામના

0

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેલડી માતાની મહિમા અપરંપાર છે, તેઓ બધાની મનોકામના પૂર્ણ કરે છે. મેલડી માતા સાચા ભક્તો સિવાય કશું જ નથી માંગતા. મેલડી માતા ભક્તોના બધા જ સંતાપ હરી લે છે.

Image Source

રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો ઇતિહાસ પણ ખૂબ જ અનોખો છે. અમરૈયા નામના એક અસુરે બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો હતો. જેના કારણે બધા જ દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. દેવોએ આ અસુરનો વધ કરવા માટે મા દુર્ગાને પ્રાર્થના કરી, અને દેવોની વાત સાંભળીને મા દુર્ગા અસુર અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થઇ ગયા હતા.

Image Source

મા દુર્ગા અને અમરૈયા વચ્ચે દ્વંદ્વયુદ્ધ થયું હતું. અમરૈયા આખરે થાકી ગયો અને સાયલા ગામના તળાવમાં જઈને સંતાઈ ગયો. ત્યારે મા દુર્ગાએ નવદુર્ગાનું રૂપ લીધું અને તળાવનું બધું જ પાણી પી ગયા. એટલે ત્યાંથી અમરૈયા એક મારી ગયેલી ગાયના પેટમાં જઈને સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગાએ સાથે મળીને એક શક્તિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો.

Image Source

નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતાર્યો અને તેમાંથી એક પૂતળીને રચના કરીને આ પૂતળીમાં પ્રાણ પૂર્યા. અને આ શક્તિ સ્વરૂપે મેલડી માતા ધરતી પર અવતર્યા. મેલડી માએ અમરૈયાનો વધ કર્યો અને દેવોને તેના ત્રાસમાંથી છુટકારો અપાવ્યો હતો.

ખેડા જિલ્લાના મરીડા ગામે શક્તિનું અદભૂત અને અલૌકિક સ્વરૂપ મેલડી માના રૂપમાં હાજરાહજૂર છે. ભક્તોને મેલડી મા પર અપાર શ્રદ્ધા છે. અહીં મા પોતાના સાક્ષાત હોવાના પરચા આપે છે, તેથી જ આ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું ધામ બની ગયું છે.

Image Source

મરીડા ગામે આવેલા આ મંદિરનું નિર્માણ વર્ષ 2003માં શરુ થયું હતું અને વર્ષ 2005માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. નડિયાદથી ફક્ત 4 કિલોમીટર દૂર આવેલા આ મેલડી માતાના યાત્રાધામમાં સ્થાપિત માતાની અષ્ટભુજાવાળી મૂર્તિ જયપુરથી લાવવામાં આવી છે.

Image Source

અહીં દર્શન લગભગ આખો દિવસ ખુલ્લા હોય છે, અને અહીં મંગલા આરતીનો સમય સવારે 5.30 વાગ્યાનો હોય છે અને બીજી આરતી સંધ્યા સમયે થાય છે. અહીં મંદિરના પરિસરમાં ભક્તોના રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here