આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓના મંદિર સ્થાપિત છે, જેમાં કોઈને હોઈ માન્યતા કે વિશેષતા હોય છે જેના માટે ભક્તોમાં તેના પ્રતિ અતૂટ વિશ્વાસ જોવા મળે છે. જો કે દેશમાં એવા મંદિરો પણ છે જેને ખુબ રહસ્યમય કે ચમત્કારી જણાવવામાં આવે છે.

આવા મંદિરો પ્રાચીન સમયથી જ આ સ્થાનો પર સ્થિત છે અને તેની સાથે લોકોની ખુબ આસ્થા પણ જોડાયેલી છે. એવામાં આજે અમે તમને ભગવાન શિવના એક એવા પ્રસિદ્ધ અને રહસ્યમયી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન શિવજી અને માતા પાર્વતીનું મિલન થયું હતું. આ મંદિરમાં માતા પાર્વતી અને શિવજીનું મિલન જોવા માટે ભક્તોની ભારે સંખ્યામાં ભીડ લાગે છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત આ મંદિરને કાઠગઢ મહાદેવ મંદિરના નામથી જાણવામાં આવે છે, આ મંદિરને ખુબ રહસ્યમય અને પ્રસિદ્ધ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે શિવલિંગ બિરાજમાન છે તે દેશનું પહેલું અને એકમાત્ર એવું શિવલિંગ છે જે બે ભાગમાં વહેંચાયેલું છે.

માનવામાં આવે છે કે આ શિવલિંગનો એક ભાગ માતા પાર્વતી અને બીજો ભાગ શિવજીનું રૂપ છે. જો આ શિવલિંગની ઊંચાઈની વાત કરીયે તો આ શિવલિંગનો એક ભાગ બીજા ભાગથી ઊંચાઈમાં થોડો નાનો છે.

આ મંદિરને ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં જે શિવલિંગ સ્થાપિત છે તે અષ્ટકોણીય છે, ભગવાન શિવજીના આ મંદિરને ગ્રહો અને નક્ષત્રોને ધ્યાનમાં રાખીને બનાવવા આવેલું છે, અહીં પર જે બે શિવલિંગ સ્થાપિત છે તેની વચ્ચેના ભાગમાં અંતર પોતાની જાતે જ વધતું-ઘટતું રહે છે.

ગરમીની ઋતુમાં આ બંન્ને ભાગ અલગ અલગ થઇ જાય છે પણ ઠંડીની ઋતુમાં તે બંન્ને ભાગ એકબીજા સાથે જોડાઈ જાય છે. ભક્ત આ શિવલિંગને અર્ધનારીશ્વર માનીને પૂજા અર્ચના કરે છે. જો કે આ મંદિરમાં ભક્તોનું આવવું-જવું લાગી રહે છે પણ શિવરાત્રીના મૌકા પર અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે, ભગવાન શિવજી અને માતા પાર્વતીજી ના આ મિલનને જોવા માટે ભક્તો અહીં દૂર દૂરથી આવે છે.

આ મંદિરના નિર્માણની પાછળ એવી માન્યતા છે કે ભગવાન શિવજીના આ મંદિરને યુનાની શાસક સિકંદર દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીંના ચમત્કારથી તે ખુબ જ પ્રભાવિત થયા હતા, જેના પછી તેણે અહીં મંદિર બનવડાવી દીધું.

ભગવાન શિવના આ મંદિરમાં બે અલગ-અલગ શિવલિંગનું મિલન થવું કોઈ ચમત્કારથી ઓછું નથી. મંદિરની આજ ખાસિયતને લીધે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને દૂર દૂરથી લોકો શિવ-પાર્વતીના મિલનના દર્શન માટે એકઠા થાય છે. લોકોમાં આ મંદિર પ્રતિ ખુબ શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.