કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

મહાશિવરાત્રીના દિવસે સોમનાથમાં બન્યો અદ્ભુત રેકોર્ડ! વાંચો અહેવાલ

મહાશિવરાત્રીનાં પર્વ દિવસે અરબ સાગરના કાંઠે સ્થિત સોમનાથ મહાદેવનાં મંદિરે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇન્ટરનેટના વધતાં જતાં ચલણનો વ્યાપક લાભ સોમનાથ મંદિરને મળ્યો છે. સોમનાથનો સમાવેશ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને થાય છે. આથી સ્વાભાવિક રીતે જ ભારતભરના અને ભારત બહારના યાત્રાળુઓને આ મંદિરનું ખાસ્સું આકર્ષણ છે.

Image Source

દર વર્ષે કરોડોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ આવે છે. સોમનાથનો સમાવેશ ગુજરાતનાં સૌથી વધુ આવક ધરાવતા યાત્રાધામમાં પણ થાય છે. યાત્રિકોની સંખ્યાનો આ પ્રતાપ છે. સોશિયલ મીડિયાના જમાનામાં પણ સોમનાથ મંદિર અદ્ભુત કહી શકાય તેવો રેકોર્ડ બનાવ્યો છે, જેને ‘બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું છે.

Image Source

૧૮ કરોડ લોકોએ કર્યાં દર્શન:
વર્ષ ૨૦૧૯માં સોશિયલ મીડિયા થકી સોમનાથ મંદિરનાં, ગર્ભગૃહમાં સ્થિત બાણલિંગનાં દર્શન કરનાર લોકોની સંખ્યા ૧૮ કરોડ સુધી પહોંચી ગઈ હતી! આ અધધ…કહેવાય એટલી સંખ્યામાં લોકોએ સોમનાથ મહાદેવને સોશિયલ મીડિયા થકી નિહાળ્યા છે.

Image Source

‘બુક ઓફ રેકોર્ડ’માં મળ્યું સ્થાન:
૨૦૧૯માં ૧૮ કરોડ લોકોએ સોશિયલ મીડિયા થકી મહાદેવ સોમનાથમાં દર્શન કર્યાં એ એક રેકોર્ડ બની ગયો. ‘બુક ઓફ રેકોર્ડ’માં આ કીર્તિમાન નોંધાઈ પણ ગયો છે. આ પ્રસંગે બુક ઓફ રેકોર્ડ દ્વારા સોમનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું. બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ અને ઉપપ્રમુખે સોમનાથ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે.લહેરીને આ પ્રશંસાપત્ર આપ્યું હતું.

આમ, સોમનાથ પ્રત્યે લોકોની ભક્તિ ઇન્ટરનેટના યુગમાં વધી રહી છે એવું કહેવું ખોટું નથી. મહાશિવરાત્રીના દિવસે સોમનાથનાં શિવલિંગને કરેલો શણગાર પણ તમે અહીં તસ્વીરોમાં જોઈ શકશો.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.