ધાર્મિક-દુનિયા

આજે જાણો ગણેશપૂરાના ગણપતિનો પ્રાગટ્ય ઇતિહાસ અને આવી રીતે પડ્યું ગામનું નામ ગણેશપૂરા…

આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો ગણેશજીની પૂજા વિના આ પ્રસંગ શરુ નથી થતો. ભગવાન ગણેશને સિદ્ધિ સિદ્ધિના દેવતા માનવામાં આવે છે. ભગવાન ગણેશ દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર છે. આપણા દેશમાં ગણેશજીનો અનેરો મહિમા છે, અને તેમના ઘણા મંદિરો આપણા દેશમાં આવેલા છે. આ બધા જ મંદિરોનો ઇતિહાસ અને મહત્વ જુદા-જુદા છે. આ મંદિરોના ચમત્કાર પણ જુદા-જુદા છે.

આપણાં ગુજરાતમાં જ અમદાવાદની નજીક ગણેશપૂરા ગામ છે ત્યાં બીરજમાન ગણેશનું મહત્વ ખૂબ જ અનેરું છે. ગણેશપૂરા ગામમાં બિરાજમાન ભગવાન ગણેશ સ્વયંભૂ ગણેશ છે. તો ચાલો આજે આ લેખ દ્વારા આપણે જાણીએ ગણેશપૂરાનો પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ.

Image Source

આજે વાત કરવાની છે બગોદરા હાઇવે પર આવેલ ધોળકા પાસે પ્રસિદ્ધને સ્વયંભૂ બિરાજમાન ગણેશ મંદિરની. આજે એ આખા ગામને ગણેશપૂરા જ કહેવાય છે. આ મંદિર એ ધોળકાની બાજુમા આવેલ કોટ પાસે આવેલું છે. આ મંદિરમાં જે ગણેશની મુર્તિ બિરાજમાન છે તે આખા ભારતમાં કોઈસ્થળે તમને જોવા નહી મળે. કેમકે આ મંદિરના ગણેશ જમણી નહી પણ ડાબી સૂંઢના છે. ઉપરાંત એકદંતી છે અને એ પણ સ્વયંભૂ મુર્તિ છે જેની ઊંચાઈ જ 6 ફૂટથી પણ વધારે છે. અમદાવાદથી 62 કિલોમીટર દૂર આવેલ આ મંદિરે જવા માટે ઘણા વાહનો મળે છે. સરકારી બસો પણ એટલી જ મળે છે, ખાનગી વાહનો પણ એટલા જ મળે છે.

Image Source

આ મંદિરનો રસપ્રદ ઇતિહાસની જો વાત કરીએ તો વર્ષો પહેલા વિક્રમ સંવત હતી 933ને મહિનો હતો અષાઢને તિથી હતી વદ-ચોથને વાર હતો રવિવાર. આ દિવસે હાથેલમાંની જમીનના એરડાના જાળાંનું ખોદકામ ચાલી રહ્યું હતું, બરોબર એ જ સમયે એક વિશાળકાય મુર્તિ નીકળે છે. જેમાં કાને કુંડલ, પગના વાળા અને માથે મુગટને બીજા અલંકારો તો ખરા જ. આ બધા જ અલંકારો સોનાના હતા. આ ચમત્કારિક મૂર્તિને આખરે કયા ગામમાં સ્થાપિત કરવી, તેનો મોટો વિવાદ થયો. કેમકે કોટ, રોજડા અને વનકુટા ગામની હદમાં આ મુર્તિ પ્રગટ થઈ હતી. મુર્તિને ગામમાં લઈ જવા માટે ગાડા તેડાવ્યા. ગાડામાં મુર્તિને ચડાવવામાં આવે છે. જેવો ગાડા સાથે બળદ જોડવા જાય છે એ પહેલા જ એ ગાડું વગર બળદે ચાલવા લાગ્યું. અને ગણપતપૂરા પાસે આવેલ એક ટેકરી પર જઈને ઊભું રહ્યું. પછી આ જગ્યા પર દૂડા ભરવાડે શક્તિની સ્તહપ ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું હતું.

Image Source

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ આ જગ્યાએ દુદા ભરવાડે ત્તેમની ગોકળની સ્થાપના કરી ત્યાં જ થયો ચમત્કાર મુર્તિ ગાડામાંથી આપોઆપ નીચે ઉતરી જાય છે. બસ ત્યારથી આ ટેકરાને ગણપતપૂરા નામ આપવામાં આવ્યું. અને બીજી બાજુ નજીકમાં જ અરણેજ ગામમાં એ જ દિવસે માતા બુટ ભવાની માતા પણ પ્રગટ થયા અને ત્યાના પૂજારી અંબાસનના નામ પરથી એ ગામનું નામ પણ અરણેજ પાડવામાં આવ્યું હતું.

Image Source

આમ ભગવાન ગણેશ ગણેશપૂરા ગામમાં બિરાજયા અને આજ સુધી એના પરચા અને ચમત્કાર જોઈને દિવસેને દિવસે ભક્તિની ભીડમાં વધારો થતો જોવા મળે છે. એવું કહેવાય છે કે ગણેશપૂરામાં જે ગણેશ સ્વયંભૂ બિરાજમાન છે તેના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ મનના મનોરથ પૂર્ણ થઈ જાય છે. અને તેના જીવનમાં કોઈ જ વિઘ્નો આવતા નથી.

આ મંદિરમાં દર મહિનાની વદની ચોથના દિવસે હજારો નહી પણ લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં આવતા દર્શનાર્થીઓ માટે ચા-પાણી અને જમવાની પણ સગવડતા મંદિર તરફથી જ કરેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks