આ 15 એવી તસવીરો જેને તમે કયારેય પણ નહિ જોઇ હોય અથવા તો સ્કૂલ કોલેજમાં તેના વિશે સાંભળ્યુ હશે

તસવીરો આપણા અતીતની એ યાદોને સમેટી લે છે, જેને આપણે સમય સાથે ભૂલી જઇએ છીએ

આ દુનિયામાં એવી ઘણી વસ્તુ છે જે આપણે ભૂલાવી શકતા નથી. તે યાદો છે અને તે યાદોને તાજા કરવાનું કામ તસવીર કરે છે. તસવીરોમાં આપણા જીવનની ઘણી યાદો છૂપાયેલી હોય છે. બસ તેને ઓળખવાની કળા હોવી જોઇએ. આજે અમે તમારા માટે કેટલીક એવી તસવીરો લઇને આવ્યા છીએ જે તમને એ સમયમાં લઇ જશે. જેના વિશે આપણે સ્કૂલો-કોલેજોમાં ભણ્યા હતા.

1.પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સૈનિકોની એક બટાલિયનથી સંદેશ લઇને આ કબૂતરે લગભગ 200 લોકોનો જીવ બચાવ્યો હતો.આ દરમિયાન તેને કેટલીક ગોળીઓનો શિકાર પણ થવુ પડ્યુ હતુ. જેમાં તેણે તેની એક આંખ અને એક પગ ખોઇ દીધો હતો.

2.વર્ષ 1987માં નેશનલ જિયોગ્રાફી દ્વારા પસંદ કરવામાં આવેલી બેસ્ટ તસવીર Tadeusz Zytkiewicz. તેમાં Zbigniew Religa પોલૈંડમાં પહેલી હાર્ટ ટ્રાંસપ્લાન્ટ સર્જરી કર્યા બાદ તેમના દર્દી પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન હાર્ટ ટ્રાસપ્લાંટ સર્જરી કરવામાં લગભગ 23 કલાક લાગતા હતા.

3.જૈક્શન ન્યુઝના ફોટોગ્રાફર ફ્રેડ બ્લેકવેલ દ્વારા 28 મે 1963ના રોજ ખેંચવામાં આવેલ તસવીરમાં Tougaloo College ના ત્રણ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે બદસલૂકી કરવામાં આવી રહી છે.

4.ફોટોગ્રાફર Claude Detlof દ્વરા ક્લિક કરવામાં આવેલ આ તસવીરમાં ડયુક ઓફ ક્નોટના સૈનિકો દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન વૈંકુુવરમાં રાઇફલ માર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

5.17 માર્ચ 1973એ કેલિફોર્નિયાના ટ્રેવિસ એર ફોર્સ બેસ પર અમેરિકન એરફોર્સના લેફ્ટિનેંટ કર્નલ Robert L. Stirm 5 વર્ષ દુશ્મનની કેદમાં રહ્યા બાદ આઝાદ થવા પર તેમના પરિવારને મળતા. આ તસવીર Pulitzer એવોર્ડ વિનિંગ મશહૂર ફોટોગ્રાફર Slava ‘Sal’ Veder ની છે.

6.વર્ષ 1960માં થયેલ સિવિલ રાઇટ્સ મૂવમેંટ દરમિયાન એક લોજ મેનેજરના સ્વિમિંગ પુલમાં તરી રહેલ લોકો ઉપર બ્લીચ પાવડર નાખતી તસવીર.

7.23 સપ્ટેમ્બર 1933ના રોજ જન્મેલી Lina Medina જયારે 14 મે 1939ના રોજ માત્ર 5 વર્ષની ઉંમરમાં માતા બની હતી.

8.દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાાન બધુ જ ખોયેલ પરિવારે ભૂખમરાને કારણે તેમના ચાર માસૂમ બાળકને વેચવાનો નિર્ણય કર્યો.

9.4 ડિસેમ્બર 1950ના રોજ એસોસિએટ પ્રેસ ફોટોગ્રાફર મૈક્સ ડેકોરે ઉત્તર કોરિયાના ટેડોન્ગ નદી પર બનતા પ્યોંગયાંગ પુલ પડવાનો ભયાનક નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. તેણે આ તસવીર માટે 1951 પુલિત્જર પુુરસ્કાર જીત્યો હતો.

10.ભારતના પૂર્વ પ્રધાાનમંત્રી રાજીવ ગાંધીની આ છેલ્લી તસવીર હતી. 21 મે 1991ના શ્રીપેરુમ્બુદુરમાં એક રેલી દરમિયાન આત્મઘાતી હુમલાવરે તેમનો જીવ લીધો હતો. આ હુમલામાં ફોટોગ્રાફરની પણ મોત થઇ ગઇ હતી.

11.વર્ષ 1971ની આ તસવીરમાં સ્વીડનમાં એક પરિવાર છુટ્ટીઓ મનાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં ભૂરા રંગની શર્ટ પહેરેલ એક 14 વર્ષિય છોકરો ઓસામા જેવો દેખાઇ રહ્યો છે. આ તે જ ઓસામા છે જે બાદમાં આતંકનું બીજુ નામ ઓસામા બિન લાદેન બન્યો.

12.16 એપ્રિલ 1947 એસએસ ગ્રૈંડકેમ્પના બળવાની આ ઘટના માનવ ઇતિહાસના સૌથી મોટા ગૈર પરમાણુ વિસ્ફોટોમાંની એક હતી. આ ઘટનામાં 468 લોકો માર્યા ગયા હતા. જયારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

13.આ તસવીર Richard Hickock અને Perry Smith ની છે. આ બંનેએ ચોરીની વારદાતને અંજામ આપ્યા બાદ એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરી દીધી હતી. આ તેની છેલ્લી સ્માઇલ વાળી તસવીર સાબિત થઇ હતી.

14.અબ્બાસ નામના ફ્રેંચઇરાનિયન ફોટોગ્રાફરની આ તસવીર વર્ષ 1978માં ઇરાનના તેહરાનની છે. તેમાં એક દંગાઇ સેના દ્વારા ચલાવવામાં આવેલ ગાળીનો શિકાર બની ગયો હતો.

15.ડેટિંગ ગેમ કિલરના નામે મશહૂર સીરિયલ કિલર Rodney Alcala ની આ તસવીર ટ્રાયલ દરમિયાન કોર્ટની છે. 1970ના દાયકામં Rodney Alcala એ ઘણી મહિલાઓની હત્યા કરી હતી.

Shah Jina