ખબર

અંધવિશ્વાસ: પોતાના એક માસના બાળકને સાધુ બનવવા માટે આ માતા પિતાએ લાગણીની બધી હદો તોડી નાખી અને કર્યું એવું કે….

ઘણા લોકોને આપણે જોયા છે જેમનું સંસારમાં મન ના લાગવાના કારણે તે વૈરાગ્ય તરફ વળી જતા હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમને પણ નવાઈ લાગશે. એક માતા પિતાએ અંધવિશ્વાસમાં આવીને પોતાના એક મહિનાના બાળકને દીક્ષા લેવા માટે સોંપી દીધું હતું.

હાંસી સમાધા મંદિરમાં એક મહિનાના બાળકને સાધુત્વ માટે દાન કરી દેવાની એક ઘટના સામે આવી છે, મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને અને મહંતોની હાજરીમાં જ નવજાત બાળકને મંદિરના ગાદીપતિને સોંપવાનો વિધિ પૂર્ણ કરવામાં આવ્યો.

(પ્રતીકાત્મક તસ્વીર)

પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. જેના બાદ પોલીસ હરકતમાં આવી અને અંધવિશ્વામાં ડૂબેલા માતા પિતા અને મંદિરના મહંતને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા. પોલીસ કાર્યવાહીની ધાક જોઈને માતા પિતાએ બાળકને મંદિરમાંથી પાછું લઇ લીધી અને તેની દેખરેખર રાખવાનું પણ વચન આપ્યું.

તમને જણાવી દઈએ કે સમાધા મંદિરમાં કેટલાક લોકો પોતાની માનતા પુરી થવા ઉપર બાળકોને પહેલા પણ દાન આપી ચુક્યા છે. 7 એપ્રિલના રોજ ત્રીજા બાળકને મહંતને સોંપવામાં આવ્યું હતું. ડડલ પાર્ક નિવાસી ફ્રૂટ વેપારીએ પોતાના એક મહિનાના બાળકને મંદિરમાં ચઢાવ્યું હતું. મંદિરના મહંતો અને પરિવારના સદસ્યોની હાજરીમાં બધા જ રીતિ રિવાજ સાથે બાળકનું નામકરણ નારાયણ પુરી કરી દેવામાં આવ્યું હતું.

(પ્રતીકાત્મક તસ્વીર)

પોલીસ દ્વારા આ મામલાની જાણ થતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને પક્ષો તરફથી મોટી સંખ્યામાં લોકો સીસાય પોલીસ ચોકી પહોંચી ગયા. પોલીસે પરિવારને કાનૂની ધારાઓથી અવગત કરાવતા પરિવારના સદસ્યોને સમજાવ્યા અને કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી. છેલ્લે પરિવારના લોકો માની ગયા અને બાળકની દેખરેખનું આશ્વાસન આપતા પાછું લઇ લીધું હતું. આ સંવેદનશીલ મામલામાં પોલીસ આખો દિવસ કામ કરતી રહી.