હિંમતનગરમાં શાહ પરિવારની પુત્રવધૂએ આખા દેશનું નામ ગર્વથી કર્યું રોશન, 38 સ્પર્ધકોને હરાવી “મિસિસ ઇન્ડિયા ગ્લેમર”નો ખિતાબ પોતાના નામે કર્યો

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે દિવસ રાત સપના જુએ છે અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે ખુબ જ મહેનત પણ કરે છે, પરંતુ ઘણીવાર સંજોગો એવા પણ બની જતા હોય છે કે આપણા સપના આપણા હાથમાં છૂટી જતા હોય તેમ લાગે, ખાસ કરીને કોઈ યુવતી માટે, કારણ કે તેને પોતાના કોલેજકાળમાં સપના જોયા હોય અને સમય આવે સપના પુરા કરવાનો ત્યારે સંસાર માંડવાનો થાય છે.

હાલ આવી જ એક યુવતીએ જેને લગ્ન પહેલા એક સપનું જોયું હતું, પરંતુ તેના લગ્ન થઇ ગયા, છતાં પોતાના સપના પ્રત્યે તેને પાછી પાની ના કરી અને આખરે એ કરીને બતાવ્યું જે તે બનવા માંગતી હતી. આ મહિલાનું નામ છે હિરલ શાહ. જેને હાલમાં જ વીપીઆર મિસિસ ઇન્ડિયા ગ્લેમરનો ખિતાબ હાંસલ કર્યો છે.

હિરલ શાહે આ સપનું પોતાના કોલેજ કાળમાં જોયું હતું. કોલેજ કાળમાં જ તે ફેશન, મોડેલિંગ, ડાન્સિંગ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી હતી આ ઉપરાંત તેને મોડેલિંગનો પણ શોખ હતો. પરંતુ તે સમયે હિરલને અનુકૂળ વાતાવરણ મળ્યું નહોતું. કોલેજ બાદ તેમના લગ્ન થઇ ગયા અને પછી બાળકો. પરંતુ પોતાના દિલમાં રહેલું જુનૂન હિરલબેને ઓછું કર્યું નહોતું.

લગ્ન અને બાળકોના જન્મ બાદ તેમને પોતાની ફિટનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વૉકિંગ, કસરત અને યોગા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમને જંકફૂડનો પણ ત્યાગ કરી દીધો. ત્યારબાદ કોરોના કાળની અંદર આઠ મહિના પહેલા તેમને વી.પી.આર મિસિસ ઇન્ડિયાની જાહેરાત જોઈ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાં હિરલબેનને ફોટોગ્રાફર વિજય કાબર, 2015માં મિસ ઇન્ડિયા રહી ચુકેલી પ્રિયંકા ખુરાનાએ તેમને ફિટનેસ, ડાયટ, રેમ્પવોક, ક્લોથીંગ, મેકઅપ વગેરેની ઓનલાઇન ટ્રેનિંગ પણ આપી. જેના બાદ 100 જેટલા સ્પર્ધકોનું ઓડિશન થયું અને તેમાંથી 40 સ્પર્ધકોની પસંદી કરવામાં આવી. ત્યારબાદ આ સ્પર્ધા 23 ફેબ્રુઆરીના રોજ શરૂ થઇ જેમાંથી એક સ્પર્ધક બીમાર હોવાના કારણે આવી શક્યું નહીં.

આ સ્પર્ધાને લઈને હિરલબેને જણાવ્યું કે અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં પેન્સિલ હિલ સાથે રેમ્પવોક, ફિટનેસ રાઉન્ડ, યોગા પોઝમાં એક પગ પર ઉભા રહેવાનુ, ટેલેન્ટ રાઉન્ડ, ડાન્સીંગ વગેરે પાર કરી પાંચ સ્પર્ધકો ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા.” હિરલબેને જણાવ્યું કે, “મારો અકસ્માત થયો હતો અને લીગામેન્ટને ઇજા થતાં રેમ્પવોક કરવામાં અસહ્ય પીડા પણ થઇ રહી હતી.  28 ફેબ્રુઆરીએ ટ્રેડીશનલ ડિઝાઇનર, ઇવનીંગ ગાઉનનો રાઉન્ડ અને ફરીથી રેમ્પવોક બાદ હિરલબેન વિજેતા જાહેર કરાયા હતા.

Niraj Patel