ધાર્મિક-દુનિયા

પાકિસ્તાનમાં આવેલું છે આ શક્તિપીઠ, હિંગળાજ મંદિરની દેખરેખ કરે છે મુસ્લિમો

આજે વાંચો આ મંદિરનો ઇતિહાસ, જાણીને ધન્ય થઇ જશો

પાકિસ્તાનના બલૂચિસ્તાનની જમીન પર દુર્ગમ પહાડો પર આવેલું છે હિંગળાજ માતાજીનું મંદિર, જે 51 શક્તિપીઠોમાંનું એક છે. હિંગળાજ માતાજીના આ મંદિરને મુસ્લિમ પણ સન્માન આપે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જયારે ભગવાન શંકર માતા સતીના મૃત શરીરને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા, તો બહ્માંડને પ્રલયથી બચાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરને 51 ભાગોમાં કાપી દીધું હતું. માન્યતા અનુસાર, હિંગળાજ જ એ જગ્યા છે, જ્યા માતાનું માથું પડ્યું હતું.

દુર્ગમ પહાડો વચ્ચે સ્થિત આ હિંગળાજ ભવાની માતાનું શક્તિપીઠ મંદિર છે, જેને બલૂચિસ્તાનમાં નાનીના મંદિરના નામથી ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરપંથીઓની આંખમાં ખૂંચતા આ મંદિરને ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ આદર આપે છે. પાકિસ્તાનના એક લેખકે તો એવો પણ દાવો કર્યો છે કે મંદિરને બચાવવા માટે બલોચ લોકોએ બલિદાન પણ આપ્યા છે.

Image Source

આ મંદિરમાં હિંગળાજ શક્તિપીઠની પ્રતિરૂપ દેવીની પ્રાચીન દર્શનીય મૂર્તિ સ્થાપિત છે. માતા હિંગળાજની ખ્યાતિ ફક્ત કરાચી કે પાકિસ્તાન જ નહિ પણ ભારતમાં પણ છે. નવરાત્રી દરમ્યાન અહીં 9 દિવસો સુધી શક્તિની ઉપાસનાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. સિંધ-કરાચીના લાખો હિન્દૂ શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને આવે છે. ભારતથી પણ ભક્તોનો એક સમૂહ દર વર્ષે અહીં દર્શન માટે આવે છે.

કરાચીથી 250 કિમી દૂર આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળની સામે ચંદ્રકૂપ પહાડ પર આવેલ આ મંદિર એટલું પ્રખ્યાત છે કે વર્ષભર અહીં ભક્તોની ભીડ રહે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ પણ અહીં આવ્યા હતા. હિન્દૂ ધર્મમગ્રંથો અનુસાર, ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિએ પણ અહીંય ઘોર તપ કર્યું હતું. માતા હિંગળાજ મંદિરમાં પૂજા-દર્શનનું અનેરું જ મહત્વ છે. કહેવાય છે કે આ મંદિરમાં પૂજા કરવા માટે ગુરુ ગોરખનાથ, ગુરુ નાનક દેવ, દાદા મખાન જેવા મહાન સંતો આવી ચુક્યા છે.

આ મંદિર સાથે એક બીજી માન્યતા પણ જોડાયેલી છે. કહેવાય છે કે રોજ રાતે આ સ્થાન પર બધી જ શક્તિઓ એકત્ર થઈને રાસ રમે છે અને સવાર પડતા જ હિંગળાજ માતાની અંદર સમાઈ જાય છે.

Image Source

ઊંચા પહાડ પર આવેલું આ મંદિર ગુફાના રૂપમાં છે. આ મંદિરમાં કોઈ જ દરવાજો નથી. માન્યતા છે કે હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા આવે છે. આ મંદિરના પરિસરમાં ગણેશજી અને કાલિકા માતાજીની મૂર્તિ પણ સ્થાપિત છે. અહીં બે કુંડ બ્રહ્મકુંડ અને તીરકુંડ પણ છે.

આ મંદિરમાં દાખલ થવા માટે પથ્થરના દાદરા ચઢવા પડે છે. સૌથી પહેલા મંદિરમાં ગણેશજીના દર્શન થાય છે અને સામે જ માતા હિંગળાજની મૂર્તિ છે, જે સાક્ષાત વૈષ્ણો દેવી માતાનું રૂપ છે. આ મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે. શ્રદ્ધાળુઓ ગુફાના એક રસ્તામાંથી દાખલ થઈને બીજા રસ્તેથી બહાર નીકળી જાય છે. મહીં માતા સતી કોટટરી રૂપમાં જ્યારે ભગવાન ભોલેનાથ ભીમલોચન ભૈરવ રૂપમાં પ્રતિષ્ઠિત છે.

આ શક્તિપીઠ સુધી પહોંચવા માટે બે રસ્તાઓ છે, એક પહાડનો અને બીજો રણનો. શ્રધ્ધાળુઓનો સમૂહ કરાંચીથી ચાલીને લસબેલ પહોંચે છે અને પછી લયારી. માતા હિંગલાજ દેવીની જાત્રા અઘરી છે કારણ કે રસ્તો ખૂબ જ પથરાળ છે. અને આ રસ્તા પર દૂર દૂર સુધી કોઈ ગામ નથી આવતું.

Image Source

કરાંચીથી 10-12 મિલ ચાલીને હાવ નદી આવે છે. અહીંથી હિંગલાજ માતાની જાત્રા શરુ થાય છે. અહીં શપથ ગ્રહણ ક્રિયા સંપન્ન થાય છે, જેમાં યાત્રા ખતમ થાય ત્યાં સુધી સન્યાસ લેવાનો હોય છે. અહીં છડી પૂજન થાય છે અને અહીં રાતવાસો કર્યા બાદ વહેલી સવારે હિંગલાજ માતાની જય બોલાવીને મારુતીર્થની યાત્રા શરૂ થાય છે.

આ જાત્રા દરમ્યાન રસ્તામાં ઘણા વરસાદી તળાવ અને કુવા મળે છે. આગળ રેતીની એક સૂકી વરસાદી નદી છે. હિંગોળ પર પહોંચીને યાત્રી પોતાના માથાના વાળ કપાવીને પૂજા કરે છે અને જનોઈ પહેરે છે, એ પછી માતાજીનું ભજન ગાઈને પોતાની શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે.

મંદિર સુધી પહોંચવા માટે અહીંથી પગપાળા જવું પડે છે. કારણ કે અહીંથી આગળ કોઈ વાહન જઈ શકે એવો માર્ગ નથી. હિંગોળ નદીના કિનારે શ્રદ્ધાળુઓ હિંગલાજ દેવીના ગુણગાન કરતા આગળ ચાલે છે. અહીં આગળ આસાપુરા નામનું સ્થાન આવે છે, જ્યા યાત્રીઓ રોકાઈને આરામ કરે છે, યાત્રાના વસ્ત્રો બદલીને સાફ કપડાં પહેરીને જુના કપડા ગરીબ કે જરૂરમંદને આપી દે છે.

Image Source

અહીંથી થોડે જ આગળ કાળીમાતાનું મંદિર છે. ઇતિહાસમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે આ મંદિર 2000 વર્ષ પહેલા પણ અહીં જ સ્થિત હતું. અહીંના દર્શન કરીને શ્રદ્ધાળુઓ હિંગળાજ માતાના દર્શન માટે આગળ વધે છે. શ્રદ્ધાળુઓ અહીંથી પહાડ પર ચડે છે જ્યા મીઠા પાણીના ત્રણ કુવા છે. આ કૂવાના પવિત્ર પાણી મનને શુદ્ધ કરીને પાપોથી મુક્તિ અપાવે છે. આની નજીક જ પર્વતની ગુફામાં હિંગળાજ માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે.

આ મંદિરમાં આસ્થા ધરાવનાર ભક્તોનું કહેવું છે કે હિંદુઓ ભલે ચાર ધામોની જાત્રા કરી લે કે કાશી જઈને ગંગામાં સ્નાન કરી લે, પણ જો તેઓ હિંગળાજ દેવીના દર્શન ન કરે તો આ બધું જ વ્યર્થ છે.

હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તનોટ માતા ભારતમાં સ્થિત છે, તેમનું મંદિર જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર સરહદ પાસે આવેલું છે. આ મંદિર પણ ખૂબ જ ચમત્કારિક છે. આ મંદિરમાં માતા સરહદ પર સૈનિકોની રક્ષા કરે છે. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા દાગવામાં આવેલા 3000 બૉમ્બ પણ માતાના મંદિરનું કઈંજ બગાડી શક્યા ન હતા. મંદિરના પરિસરમાં પડેલા 450 બૉમ્બ ફાટયા પણ નહિ, જે હજુ પણ મંદિરમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks