એકતા કપૂર સાસુ-વહુની ઘણી સુપરહિટ સિરિયલ પ્રોડ્યુસ કરવા માટે ફેમસ છે. આ સિરિયલમાં ‘સંસ્કારી’ ક્લચર જોવા મળ્યું હતું. આ બાદ એકતા કપૂરે ‘ક્યાં કુલ હૈ હમ’અને સેક્સ કોમેડી મુવી સિરીઝ પ્રોડ્યુસ કરી હતી. હવે તેના ઓનલાઇન પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર xxx નામની એક ઈરોટિક વેબ સિરીઝ રિલીઝ થઇ છે. આ વેબ સીરીઝને લઈને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
બિગ બોસ 13 ના સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉ તેના ગરમ મિજાજ માટે જાણીતા છે. હવે તેણે નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.
હિન્દુસ્તાની ભાઉએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો ખાર પોલીસ સ્ટેશનની બહાર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં હિન્દુસ્તાની ભાઉએ જણાવ્યું હતું કે તેણે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ દરમિયાન તેણે ફરિયાદની એક નકલ પણ બતાવી હતી. તેમણે ફરિયાદ કરવા પાછળનું કારણ પણ સમજાવ્યું હતું.
હિન્દુસ્તાની ભાઉએ કહ્યું કે એકતા અને શોભાએ સૈન્ય અને તેના સૈનિકોનું અપમાન કર્યું છે. હિન્દુસ્તાની ભાઉએ વીડિયોમાં કહ્યું છે કે એકતા કપૂરે સેનાના જવાનો પર એક વેબ સિરીઝ બનાવી છે, જેની વાર્તા બતાવે છે કે જ્યારે યુવક ફરજ પર જાય છે, ત્યારે તેની પત્ની તેના બોયફ્રેન્ડને મળે છે. આ એક નિંદનીય કાર્ય છે. મેં એકતા કપૂર સામે આપણા દેશના સૈનિકોની મજાક ઉડાવવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીઓએ મને જલ્દી જ આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
#hindustanibhau
*When all men came to know that this can end all Ekta Kapoor’s filthy daily soaps*
Indian men right now: pic.twitter.com/sWPeg8L1Sv— Dr Bhanu Partap Singh (@manhas_bhanu) June 1, 2020
હિન્દુસ્તાની ભાઉએ વિડીયો પોસ્ટ કર્યો છે તેમાં પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. આ બાબતે હજુ સુધી એકતા કપૂર અને શોભા કપૂરનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસે આ સંબંધિત નિવેદનની રાહ જોઈ રહી છે જેથી આગળની કાર્યવાહી થઇ શકે. હિન્દુસ્તાની ભાઉની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણા લોકો તેની તારીફ કરી રહ્યા છે. ટ્વીટર પર હિન્દુસ્તાની ભાઉ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.