ખબર ધાર્મિક-દુનિયા

પાકિસ્તાનમાં છેલ્લા 72 વર્ષથી બંધ હતું આ મંદિર, હિન્દૂ શ્રદ્ધાળુ માટે ફરીથી ખોલવામાં આવ્યું- જુઓ તસવીરો

પાકિસ્તાનમાં છેલ્લા 72 વર્ષથી એક મંદિર બંધ હતું. 72 વર્ષ બાદ હિન્દૂ શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મંદિર 1000 વર્ષ જૂનું છે. આઝાદી બાદ પહેલી વાર પાકિસ્તાનના સિયાલકોટમાં 1000 વર્ષ જૂનું હિન્દૂ મંદિર પ્રધાનમંત્રી ઇમરાનખાનના આદેશ બાદ  પહેલી વાર ખોલવામાં આવ્યું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની માંગને કારણે આ મંદિર ખોલવામાં આવ્યું છે.

Image Source

દિવંગત લેખક રાશિદ નિયાઝ દ્વારા લખવામાં આવેલી ‘ હિસ્ટ્રી ઓફ સિયાલકોટ’ના મુજબ આ મંદિર 1 હજાર વર્ષ જૂનું છે. અને લાહોરથી આ મંદિર 100 કિલોમીટરે દૂર  ધારોવલ વિસ્તારમાં છે. આ શિવાલય તેજ સિંહ મંદિરના નામે જાણવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ સરદાર તેજા સિંહે કરવું હતું. 1947માં ભાગલાના સમયે આ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. 1992માં સ્યાલકોટના હિંદીઓને આ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પાકિસ્તામાં પવિત્રસ્થાનોની દેખરેખ  કરવા વળી ઇવેક્યુ ટ્રસ્ટ બોર્ડેને સ્થાનીય હિન્દૂ સમુદાયની માંગ પર ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલી વાર આ મંદિરના દરવાજા ખોલ્યા છે.  તેઓએ આ મંદિર અંગે કહ્યું હતું કે, પહેલા આ વિસ્તારમાં હિન્દૂ ધર્મના લોકો રહેતા ના હતા તેથી આ મમંદિર બંધ હતું. વધુમાં જણવ્યું હતું કે, 1992માં બાબરી મસ્જિદ પર હુમલો થય બાદ આ મંદિર પર હુમલો થયો હતો ત્યારે આ મંદિર ક્ષત્રીગ્રસ્ત થયું હતું.

રિપોટ્ર્સ મુજબ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનના નિર્દેશ બાદ આ કદમ ઉઠાવ્યું છે. સરકારે એ પણ કહ્યું છે કે, આ મંદિરનું જીણોધ્ધર અને સંરક્ષણનું કામ જલ્દી જ શરૂ કરવામાં આવશે.  વિસ્તારના ડેપ્યુટી કમિશનર બિલાલ હૈદરે કહ્યું હતું કે, લોકો અહીં આવવા માટે આઝાદ છે.

Image Source

રિપોટ્ર્સ અનુસાર શવાલા તેજ સિંહ મંદિર 72 વર્ષ બાદ ખુલતા હિન્દૂ સમુદાયના લોકો ખુશ છે. પાકિસ્તાનમાં હિન્દૂ સમુદાયના લાખો લોકો રહે છે. આધિકારિક આંકડા મુજબ અહીં 75 લાખ હિન્દૂ રહે છે. પરંતુ આ સમુદાયનું કહેવું છે કે, અહીં 90 લાખથી વધુ હિન્દૂ રહે છે.

પાકિસ્તાનની સ્થાનિક ટીવી ચેનલના વાત કરતા એક હિન્દૂ શખ્સે પાકિસ્તાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.  શખ્સે કહ્યું હતું કે, અમારા મંદિરને ખોલવા માટે અમે આ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.  અમે જયારે ઇચ્છીએ ત્યારે આ મંદિરમાં જઈ શકીએ છીએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks