ગુજરાતમાં કિંગ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ લીધું મોટું એક્શન,સિનેમા હોલ ઘૂસીને….

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ રીલિઝ પહેલા જ ઘણા વિવાદોમાં ઘેરાઇ ચૂકી છે. આ ફિલ્મ અને તેના ગીતને બેન કરવાની માંગ ઉઠી છે. માત્ર હિંદુ સંગઠનો જ નહિ પણ મુસ્લિમ સંગઠનો પણ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સોમવારે ગુજરાતના સુરતમાં કામરેજ ક્ષેત્રના એક થિયેટમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઇને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. થિયેટરમાં ઘૂસી પ્રદર્શનકારીઓએ પોસ્ટર ફાડી દીધા હતા. વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા અને સિનેમાઘરમાં તેના પ્રદર્શન પર રોક લગાવવાની માગ કરી.

મળતી માહિતી મુજબ કામરેજના એક સિનેમાહોલમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. સોમવારે મોટી સંખ્યામાં લોકો થિયેટરની બહાર એકઠા થયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. બાદમાં ઉશ્કેરાયેલા પ્રદર્શનાકારીઓ થિયેટરની અંદર ઘૂસી ગયા અને ફિલ્મના પોસ્ટરને ફાડી નાખ્યા. વિશ્વ હિંદુ પરિષદે આ મામલે સ્થાનિક તહસીલદારને એક મેમોરેન્ડમ આપીને પઠાણ ફિલ્મની રિલીઝ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ફિલ્મમાં અભિનેત્રી દીપિકા અને શાહરૂખને દર્શાવતા બેશરમ રંગ ગીત પર વિવાદ થયો છે.

ભગવા રંગની બિકીમાં દીપિકા બોલ્ડ અને અશ્લીલ ડાન્સ કરી રહી છે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, પહેલાંથી જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને પઠાણ ફિલ્મને લઇને રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરાઈ હતી અને તેમ છતાં પણ તેમણે ભગવા રંગના બિકીવાળાં દીપિકા અને શાહરુખનાં પોસ્ટરો લગાડવાનાં શરૂ કર્યાં હતાં.

જેને લઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે શાહરુખ ખાન સાથે તેમને કોઈ તકલીફ નથી, પણ ફિલ્મમાં જેવી રીતે ભગવા રંગની બિકી પહેરીને તેને બેશરમ રંગ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે. તેમણે આગળ કહ્યુ- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવે. શાહરુખ ખાન સહિતના એક્ટરોનાં પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું.

Shah Jina