હસને સગીરા સાથે રૂમ ભાડે રાખીને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો- આર્ટિકલમાં અંદર જાણો સમગ્ર વિગત
hidnu girl raped in morbi : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતી ઉપરાંત સગીરાઓને અન્ય ધર્મના લોકો દ્વારા પ્રેમ જાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને પછી તમેની અશ્લીલ તસવીરો લઈને તેમને બ્લેકમેઇલ (blackmail) પણ કરવામાં આવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો મોરબી (morbi) માંથી સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દૂ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી નામના એક વ્યક્તિ સાથે એક વર્ષ પહેલા હરવા ફેરવા ગયા હોય પરિચયમાં આવી હતી. જેના બાદ વર્ષ 2022ના જૂન મહિનામાં સગીરા જયારે ટ્યુશન ક્લાસીસ જતી હતી ત્યારે હસને તેને દેવ ફનવર્લ્ડમાં ફરવા જવાનું કહીને પોતાની સાથે જ લઇ ગયો હતો.

ફનવર્લ્ડમાં તેને હસને એક રૂમ પણ ભાડે રાખ્યો હતો જેમાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા. આ દરમિયાન હસને તેના અશ્લીલ ફોટો પણ લઇ લીધા હતા. જેના બાદ તે આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેના બાદ ગત 13 એપ્રિલના રોજ સગીરા શાળાએ જતી હતી ત્યારે જ હસને તેને ધમકી આપીને રવાપર રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં બોલાવી અને ત્યાં કોઈ હાજર ના હોવાના કારણે તેને શટર બંધ કરીને સગીરા સાથે બળજબરી કરી હતી.

જેના બાદ સગીરા ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી ગઈ. જેના બાદ પણ હસન સગીરાને ફોન કરીને તેની સાથે સંબંધ નહિ રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ બાબતથી કંટાળીને સગીરાએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જેના બાદ હસન વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હસન સંઘી વિરુદ્ધ આઇપીસી કલમ 363, 376 (3) તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.