બીજા ધર્મની યુવતી જોડે રવિને હતો પ્રેમ, પ્રેમિકાનાં ભાઈ અને મામાએ ભયાનક હત્યા કરી નાખી

બીજા ધર્મની યુવતી સાથે લફરું કરવું ભારે પડી ગયું…યુવકને તડપાવી તડપાવીને મારી નાખ્યો – દર્દનાક કિસ્સો

સમગ્ર વિશ્વમાં ભારત વિવિધતામાં એકતા માટે જાણિતુ છે. અહીં ઘણા ધર્મોના લોકો વસે છે અને ઘણીવાર અલગ અલગ ધર્મો વચ્ચે ટકરાવ થતો પણ જોવા મળતો હોય છે. ઘણીવાર હિંદુ મુસ્લિમ રમખાણના કિસ્સા સામે આવતા હોય છે. બંને ધર્મના લોકો વચ્ચે કોઇના કોઇ કારણસર એવો ઉગ્ર વિવાદ થઇ જતો હોય છે, કે ઘણીવાર તો કોઇ નજીવી બાબતે હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક હિંદુ યુવકને યુવક સાથે પ્રેમ થઇ ગયો અને આની યુવકને તેનો જીવ ગુમાવી ભારે કિંમત ચૂકાવવી પડી. છોકરીના પરિવાર પર યુવકનુ અપહરણ કરવાનો અને તેની હત્યા કરવાનો આરોપ છે.

પ્રતિકાત્મક તસવીર

હત્યા કરી યુવકની લાશને એક કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. છોકરીના પરિવારવાળા પર આ નિર્મમ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ છે. આ મામલે પોલિસે બેની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલ આરોપીમાં છોકરીનો ભાઇ અને તેના મામા સામેલ છે. મૃતકની ઓળખ 34 વર્ષિય રવિ નિંબારગી તરીકે થઇ છે. તે 21 ઓક્ટોબરથી લાપતા હતો. તેના લાપતા થયા બાદ છોકરીએ પોલિસને ફોન કર્યો હતો અને કથિત રીતે તેણે તેના પ્રેમીના જીવને ખતરો હોવાનું જણાવ્યુ હતુ.

મૃતક

તેણે કહ્યુ હતુુ કે તેના અમ્મી-અબ્બૂ યુવકની હત્યા કરી શકે છે. સાથે તેણે પોતાને પણ મુસીબતમાં જણાવી હતી. તે બાદ પોલિસ સુરક્ષાના લિહાજથી તેને પોલિસ સ્ટેશન લઇ ગઇ. આ મામલે 22 ઓક્ટોબર શુક્રવારના રોજ રવિના પરિવારે પોલિસ સ્ટેશનમાં રવિના લાપતા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પરિવારવાળાએ ફરિયાદ નોંધાવતા એ કહ્યુ હતુ કે, કદાચ છોકરીના સંબંધીઓએ તેની હત્યા કરી દીધી હશે. તે બાદ પોલિસે ત્રણ ટીમો ગઠિત કરી યુવકની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે સવારે રવિની લાશ એક કૂવામાંથી મળી આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે આ મામલે બેની ધરપકડ કરી છે. આ કિસ્સો કર્ણાટકના વિજયાપુરાનો છે. રવિના પરિવારે જણાવ્યુ કે, બંને બે વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. તેમણે કહ્યુ કે, આરોપીઓ અને તેમના સંબંધીઓએ ઘણીવાર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી પરંતુ તેમણે આ પર ધ્યાન આપ્યુ નહિ.

Shah Jina