પત્ની રૂપાલીની પતિ ઇકબાલે કરી દીધી ચાકુથી હત્યા, કારણ સાંભળીને મગજ ઘૂમી જશે

માં-બાપની ઈજ્જત કાઢીને બીજે લગ્ન કરનારાઓ સાવધાન: હિંદુ પત્નીએ આ કામ ન કર્યું તો પતિ ઇકબાલે ગળુ કાપી કરી દીધી હત્યા

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ કેટલીકવાર અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર ઘરકંકાસ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમં મુસ્લિમ રિવાજોનું પાલન ન કરવા અને બુરખો પહેરવાની ના પાડતા એક વ્યક્તિએ તેની હિન્દુ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ મહારાષ્ટ્રમાં, પતિએ તેની 23 વર્ષીય પત્નીની દિવસના અજવાળામાં છરી વડે ગળું કાપીને હત્યા કરી. આ મામલો તિલક નગર વિસ્તારનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક રૂપાલી હિન્દુ હતી. જ્યારે તેનો પતિ મોહમ્મદ ઈકબાલ શેખ મુસ્લિમ.

તસવીર સૌજન્ય : આજ તક

બંનેએ ત્રણ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. ઇકબાલ અને તેનો પરિવાર હંમેશા રૂપાલીને મુસ્લિમ રિવાજોનું પાલન કરવા અને બુરખો પહેરવાનું કહેતો હતો. પરંતુ રૂપાલી આ વાત માટે સંમત ન હતી. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો, જેના કારણે રૂપાલી ઈકબાલથી અલગ રહેવા લાગી હતી. જો કે, બંને વચ્ચે ફોન પર અવારનવાર વાત થતી હતી. સોમવારે ઇકબાલે રૂપાલીને મળવા બોલાવી હતી. આ જ વાતને લઈને બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. ગુસ્સામાં રૂપાલીએ છૂટાછેડા લેવાની વાત કરી. પહેલા તો ઈકબાલે તેના પુત્રને ટાંકીને તેને સમજાવવાનું શરૂ કર્યું. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરંતુ રૂપાલી છૂટાછેડાની વાત પર અડગ રહેતાં ઇકબાલ રૂપાલીને ખેંચીને શેરીમાં લઇ ગયો અને ત્યારબાદ છરી વડે તેનું ગળું કાપી નાખ્યું, જેના કારણે રૂપાલીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. રૂપાલીની ચીસો સાંભળીને લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. લોકોને જોઈને ઈકબાલ ત્યાંથી ભાગી ગયો. જે બાદ લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રૂપાલીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે તરત જ આરોપીને શોધવાનું શરૂ કર્યું

અને થોડા સમય બાદ તેની ધરપકડ કરી. પોલીસ પૂછપરછમાં ઈકબાલે જણાવ્યું કે આ તેના બીજા લગ્ન હતા. તે પહેલા પણ તેના લગ્ન થયા હતા. પરંતુ તેને તેની પ્રથમ પત્નીથી સંતાન નહોતું તેથી ઈકબાલે તેને તલાક આપી દીધા. ત્યારબાદ ત્રણ વર્ષ પહેલા તેણે હિન્દુ યુવતી રૂપાલી સાથે લગ્ન કર્યા હતા. રૂપાલી અને તેનો પુત્ર પણ ત્યાં છે. પરંતુ રૂપાલી થોડા દિવસો પહેલા જ તેનાથી અલગ રહેવા લાગી હતી. તે અવારનવાર તેની સાથે ઝઘડો કરતી હતી.

રૂપાલીની બહેનનું કહેવું છે કે ઈકબાલે રૂપાલીની હત્યા કરી કારણ કે તેણે તેને બળજબરીથી મુસ્લિમ રિવાજોનું પાલન કરવા અને બુરખો પહેરવાનું કહ્યું હતું. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. પોલીસ આજે એટલે કે મંગળવારે બપોરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. આ ઉપરાંત આરોપીની પૂછપરછ હજુ ચાલુ છે. પોલીસ ઘટનાના સાચા કારણની તપાસ કરી રહી છે.

Shah Jina