નવસારીમાં પત્નીની આ બાબતથી ખોટુ લાગ્યું તો ઉશ્કેરાયેલા પતિએ 4 વર્ષની દીકરી સામે પત્નીનો જીવ લઇ લીધો

ગુજરાતમાંથી ઘણીવાર પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવે છે અને છેલ્લા ઘણા સમયથી તો હિંદુ અને મુસ્લિમ યુવક યુવતિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન કરી લીધા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ ઘણીવાર પ્રેમ લગ્નનો એવો કરુણ અંજામ આવતો હોય છે કે સાંભળી આપણુ કાળજુ પણ કંપી ઉઠે. હાલ આવો જ એક કિસ્સો નવસારીના વિજલપોરથી સામે આવ્યો છે. જયાં એક ચાર વર્ષની દીકરી સામે જ પિતાએ તેની માતાનું ઢીમ ઢાળી દીધુ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અલગ અલગ ધર્મના હોવા છત્તાં પણ સાત જન્મોનો સાથ નિભાવવાની કસમ ખાઇને એક થયેલા હિંદુ યુવક અને મુસ્લિમ યુવતિ વચ્ચે ખટરાગ થતા ગંભીર પરિણામ આવ્યુ.

ઘટનાની વિગત જોઇએ તો, નવસારીના બીલીમોરામાં એક મુસ્લિમ યુવતીને હિંદુ યુવક સાથે સંબંધ બંધાયા અને બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા, જો કે, બાદમાં બન્ને વચ્ચે તકરાર થતાં તેનો કરુણ અંજામ આવ્યો. બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ હતુ, અને બાદમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ફરિયાદી 42 વર્ષીય વહીદા સૈયદ બીલીમોરાના બાંગયા ફળિયામાં રહીને ગુજરાન ચલાવે છે. તેમને ચાર દીકરીઓ છે અને તેમની સૌથી મોટી દીકરી જેનું નામ મોનાઝ છે તેના સંદીપ આહિર નામના યુવાન સાથે પ્રેમ લગ્ન થયા હતા.

મોનાઝ બ્યુટીપાર્લરનું કામ કરતી હતી અને તે દુબઈ ગઈ હતી. જેમાં તેણે 3 મહિના બાદ પોતાના પતિ સંદીપને પણ બોલાવીને સેટલ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ થોડા દિવસોમાં યુવતીને ગર્ભ રહેતા તે ફરીવાર બીલીમોરા પાછી ફરી હતી અને પછી સંદીપ પણ ત્યાં જ નોકરી કરતો હતો. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં સંદીપ ભારત આવ્યો હતો. જ્યાં તેણે મોનાઝને પોતાના ઘર વિજલપુર આવા દબાણ કર્યું હતું. પરંતુ પત્નીને પતિ સંદિપ સાથે મનમેળ ન હોવાન કારણે તેણે ના પાડી હતી જેને લઇને પતિ-પત્ની વચ્ચે ખટરાગ ઉભો થયો અને બંને તરફથી છૂટાછેડા માટેની પ્રક્રિયા પણ શરૂ થઇ હતી.

પરંતુ શનિવારના રોજ સંદીપ મોનાઝ અને દીકરી સોહાને ફરી વાર મનાવવા ગયો અને તેને પોતાની સાથે આવવા કહ્યુ. જ્યાં તેને પ્રથમ દીકરીને આઇસક્રીમ ખવડાવવા લઇ ગયા બાદ પત્ની સાથે સાસરી આવવા માટે બોલાચાલી થઇ હતી. આ બાદ ઝઘડાએ ઊગ્ર રૂપ ધારણ કરી લીધુ અને પતિ સંદીપે એકાએક ગુસ્સો ગુમાવીને પોતાની સાથે જે ચપ્પુ લાવ્યો હતો તે કાઢી દીકરી સામે જ તેની માતાને પેટ અને છાતીના ભાગે ઊંડા ઘા મારી તેની હત્યા નિપજાવી, આટલું કર્યા બાદ તે ભાગી ગયો હતો.. ત્યાર બાદ આ ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતા તેઓએ તાત્કાલિક શહેરમાં નાકાબંધી શરૂ કરી હતી. જેથી ગભરાયેલા સંદીપે બીલીમોરા-ગણદેવી રોડ પર રાહદારીઓને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Shah Jina