શિક્ષિકાએ વિદ્યાર્થીઓને શીખવાડ્યું જોની જોની યશ પાપાનું હિન્દી વર્ઝન, વાયરલ વીડિયોને જોઈને ખુશ થયા લોકો, જુઓ

આજે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવા માંગતા હોય છે, કારણ કે આજે હરીફાઈ પણ એટલી બધી વધી ગઈ છે અને અંગ્રેજી સામાન્ય રીતે હવે જરૂરિયાત પણ બની ગઈ છે, તો બીજી તરફ માતૃભાષા અને રાષ્ટ્રીયભાષા પણ હવે ઘણા બાળકો દ્વારા બોલચાલમાં લેવામાં નથી આવતી. ત્યારે આ દરમિયાન એક શિક્ષિકાનો “જોની જોની યશ પાપા” ગીતનું હિન્દી વર્ઝન શીખવતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

બિહારના આ શિક્ષકનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શિક્ષકા ક્લાસમાં અનોખા અંદાજમાં બાળકોને જોની જોની યસ પાપા કવિતા શીખવતા જોવા મળે છે. શિક્ષિકાની આ અનોખી સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેમના ભણાવવાના ચાહક બની ગયા છે. આ વીડિયોમાં શિક્ષક બાળકોને જોની-જોનીનું હિન્દી વર્ઝન શીખવતા જોવા મળે છે.

જેમાં તે જોની-જોની બોલે છે, પછી બાળકો બોલે છે, બાબુજી, આગળ શિક્ષિકા કહે છે કે તે ખાંડ ખાય છે, તો બાળકો બૂમ પાડે છે, ‘બાબુજી’, તો શિક્ષિકા કહે છે કે જૂઠું બોલશે, તો બાળકો કહે છે કે ‘બાબુ જી’, આ પછી શિક્ષિકા કહે છે કે તમે મોં ખોલો છો, ત્યારે બાળકો હા હા હા કહે છે, આ પછી શિક્ષિકા તેને અંગ્રેજીમાં કહે છે.


શિક્ષકની બાળકોને ભણાવવાની આ શૈલી જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થયા. ઘણા લોકો આ વીડિયોને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો એજ્યુકેટરે શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ઘણા લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકો આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે મારે ફરીથી શાળાએ જવું છે પણ સરકારી શાળા. દેવવ્રત કુમાર નામના વ્યક્તિએ લખ્યું છે કે તે જ સાચો શિક્ષક છે જેને ગુરુનો દરજ્જો આપી શકાય છે. બાકી માત્ર સરકારી નોકરો છે.

Niraj Patel