ફરી પાકિસ્તાનમાં મંત્રી બની હિના રબ્બાની ખાર, બૉલીવુડ અભિનેત્રીઓ નબળી દેખાય આમની સામે, જુઓ PHOTOS

પાકિસ્તાનની સુંદર વિદેશ મંત્રી, એક સમયે બિલાવલ ભુટ્ટો સાથેના ઇલુ ઇલુ હોવાની હતી ચર્ચા, ભારતમાં છે પણ કરોડો ચાહકો

પાકિસ્તાન જેવો દેશ જ્યાં મહિલાઓને પુરુષોની તુલનામાં દરેક બાબતોમાં પાછળ રાખવામાં આવે છે. આવા દેશમાં હીના રબ્બાની ખારે રાજનીતિમાં એક અનોખું મુકામ હાસિલ કર્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના મંત્રીમંડળના 37 સદસ્યોએ આખરે શપથ લઈ લીધા. જેમાં હિના રબ્બાની ખારની પાકિસ્તાનની સાથે સાથે ભારતમાં પણ ખુબ જ ચર્ચા થઇ રહી છે. હિના રબ્બાની ખાર પાકિસ્તાનની રાજનીતિમાં એક લોકપ્રિય મહિલા છે. માત્ર પાકિસ્તાનમાં જ નહિ પણ દુનિયાભરમાં તેને ઓળખવામાં આવે છે.હીના પાકિસ્તાનની કેબિનેટની સુંદર મહિલા મંત્રી છે.હીનાને વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવી છે, તેના પહેલા તે વિદેશ મંત્રી રહી ચુકી છે. આવો તો જાણીએ હીના રબ્બાની ખારના જીવન વિશેની અમુક ખાસ વાતો.

પાકિસ્તાનને નવી પ્રધાનમંત્રી મળી ગઈ છે. હીના વર્ષ 2011થી 2013 સુધી પાકિસ્તાનની વિદેશમંત્રી રહી ચુકી છે. ત્યારે હિના પાકિસ્તાનની પહેલી મહિલા રાજનેતા હતી, જેને મંત્રાલય સોંપવામાં આવ્યુ હતુ. એવામાં સૌથી નાની ઉંમરમાં વિદેશ મંત્રાલયનો રેકોર્ડ પણ હિનાના નામ પર છે. હીનાનો જન્મ 19 નવેમ્બર 1977ના રોજ પાકિસ્તાનના પંજાબ સ્થિત મુલ્તાનમાં થયો હતો. હીના જાટ પરિવારથી સંબંધ રાખે છે.

હીનાએ લાહોર યુનિવર્સીટી ઓફ મેનેજમેન્ટથી બીએસસી ઇકોનોમિક્સ ઓનર્સનો અભ્યાસ કર્યો છે તેના પછી તે એમએસસી કરવા માટે અમેરિકા ચાલી ગઈ હતી. વર્ષ 2002માં હીનાએ પોતાના રાજનીતિક વારસાને આગળ વધારવા માટે પગલું ભર્યું. તે પહેલી વાર મુજ્જફરગઢની સાંસદ તરીકે પસંદ કરવામાં આવી હતી.તેના પછી શૌકત અજીજની સરકારમાં ઇકોનોમિક્સની બાબતમાં રાજ્યમંત્રી બનાવવામાં આવી અને 2008માં ફરીથી તે ચૂંટણી જીતી ગઈ અને તેને કેન્દ્રીય વિત્ત મંત્રી અને ઉદ્યોગ વિભાગની રાજ્યમંત્રી બનાવવામાં આવી.

હીના જ્યારે વિદેશ મંત્રી બની ત્યારે ભારત યાત્રા પર આવી હતી, આ દરમ્યાન હીના ચર્ચામાં આવી હતી. ખાસ કરીને તેની સુંદરતા અને તેના લુક્સને લીધે. માત્ર રાજનીતિમાં જ નહિ પણ ફેશનની બાબતમાં પણ હીના ખુબ આગળ છે અને યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે.પાકિસ્તાનમાં હીનાને સ્ટાઇલ આઇકોનમાં શામિલ કરવામાં આવે છે. તેનો દરેક અંદાજ એકદમ અલગ જ હોય છે. હિના જ્યારે ભારત આવી હતી ત્યારે તેને સલવાર-સુટને એદકમ સ્ટાઈલિશ અંદાજમાં પહેરીને મહિલા રાજનેતાઓની સિમ્પલ અને નોન-સ્ટાઈલિશ છવીને તોડતા પોતાના સ્ટનિંગ લુકથી ચર્ચામાં આવી હતી.

હીના પોતાની સ્ટાઇલથી લઈને દરેક બાબતને ફેશન અને ટ્રેન્ડને આધારે જ અપનાવે છે. હીના સલવાર સૂટમાં હંમેશા માથા પર દુપટ્ટો રાખેલી જોવા મળે છે.જેની સાથે મેચિંગ ઈયરરિંગ્સ અને નેકલેસ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તે પોતાના દરેક લુકમાં આંખોને આઇલાઇનર દ્વારા અલગ તારવે છે. હીના પોતાની સાથે મોંઘી બ્રાંડના બેગ પણ કેરી કરે છે. ભારત યાત્રાના સમયે હીનાએ 7 લાખનું બેગ કેરી કર્યું હતું.

એક સમયે હીના અને પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટોના સંબંધની પણ ખુબ ચર્ચા થઇ હતી.હિના જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાઈ ત્યારે જ હીના અને બિલાવલ ભુટ્ટોની નજીકતા વધવા લાગી હતી. વર્ષ 2011માં હીનાએ બિલાવલને જન્મદિવસની શુભકામના આપી હતી અને કાર્ડ પણ મોકલ્યું હતું જેમાં લખ્યું હતું કે,”આપણો સંબંધ ક્યારેય ન બદલનારો શાશ્વત છે અને જલ્દી જ આપણે એક થઇ જશું”.

Krishna Patel