બોલીવુડની અભિનેત્રીઓની જેમ ટીવીની આભનેત્રીઓ પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે અને તેમાં પણ અભિનેત્રી હિના ખાન તો આજે દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
હિના ખાને હાલમાં જ પોતાના વિન્ટર લુકની તસવીરો શેર કરી છે. જેમાં રેડ વેલ્વેટ લુકની અંદર હિનાનો અંદાજ જોવા જેવો છે. ચાહકો પણ હીનાની આ તસવીરો જોઈને દીવાના બની રહ્યા છે.
હીનાએ મખમલી રેડ વેલ્વેટ વિન્ટર પહેર્યું છે. જેની સાથે હીનાએ રેડ કલરની લિપસ્ટિક લગાવીને આ લુકને ચાર ચાંદ લગાવી દીધા છે.
હીનાની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાઈ રહી છે. ચાહકો પણ તેની આ તસ્વીરોની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં હિના ખાનની આ તસવીરો ઉપર 4 લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે. ઘણા ચાહકો તેમાં કોમેન્ટ કરીને તેના લુકને શાનદાર પણ જણાવી રહ્યા છે.
રેડ ડ્રેસની સાથે હીનાએ વાળમાં ગોલ્ડાન હાઈલાઈટ વાળી સ્ટાઇલ અપનાવીને આ લુકને વધારે શાનદાર બનાવી દીધો છે. હીનાએ આ તસ્વીરોને ગત રાત્રે શેર કરી હતી.
હાલમાં જ હીનાએ પોતાના જુના શો “યે રિશ્તા ક્યાં કહેલાતા હે”ના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોની અંદર તે અક્ષરાના રૂપમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.
અક્ષરનો આ રોલ દર્શકોને પણ ખુબ જ પસંદ આવે છે. ધારાવાહિકના આ શો દ્વારા જ હિના ખાને પોતાના કેરિયરની શરૂઆત પણ કરી હતી.