મનોરંજન

હિના ખાન માલદીવ્સમાં બૉયફ્રેન્ડ સાથે વેકેશન માણ્યું હતું, 10 હોટ તસ્વીરો રાતોરાત વાઇરલ

ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનને તો બધા જ ઓળખતા જ હશે. તે કોઈ પણ પ્રકારની ભૂમિકા નિભાવી શકે છે. તેને પોતાની અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. તે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન માનવવા માલદીવ ગઈ છે. હિના કાયમ પોતાના બોયફ્રેન્ડ સાથે મસ્તી કરી જોવા મળે છે અને તેના વિડીયો અને તસ્વીરો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હિનાએ હાલમાં જ પોતાના ચાહકો માટે માલદીવમાં મસ્તી કરતી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ હતી. તેના ચાહકોને આ તસ્વીરો ખુબ જ પસંદ આવી છે. આ તસ્વીરો શેર કરતા હિનાએ લખ્યું હતું કે સમુદ્રની સુગંધ, આકાશની અનુભૂતિ કરવી.

 

View this post on Instagram

 

Smelling the sea, Feeling the sky @kurumba_maldives

A post shared by Hina Khan (@realhinakhan) on

આ તસ્વીરોમાં હિનાએ ફ્લોરલ ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. આ ઉપરાંત હિના માલદીવમાં ખુબ જ મસ્તી કરતી અને ત્યાંના સુંદર દ્રશ્યોનો આનંદ માણતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A few more😀

A post shared by Hina Khan (@realhinakhan) on

ટીવીથી બોલિવૂડ સુધી પહોંચનારી હિના પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે. પોપ્યુલારિટીની બાબતમાં હિના કોઈ સ્ટારથી ઓછી નથી. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.

આ તસ્વીરો જોઈને એવું લાગી રહ્યું છે કે હિના નવું વર્ષ એકદમ ખાસ રીતે સેલિબ્રેટ કરવા માંગે છે. હિના હાલમાં એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કી 2માં કોમોલિકાની ભૂમિકા ભજવી રહી છે.

હિના દરિયા કિનારે અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. ટોપી અને ચશ્મા તેના લુકને વધારે સુંદર બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હાલમાં જ હિનાનું એક રોમાન્ટિક સોન્ગ રિલીઝ થયું છે જે લોકોને ખુબ જ ગમ્યું હતું. આ સોન્ગમાં હિના પ્રિયાંક શર્મા સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હિનાના બોયફ્રેન્ડ રિકીએ પણ માલદીવમાં મસ્તી કરતો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે હિના ઘણા લાંબા સમયથી રોકીને ડેટ કરી રહી છે અને લોકોને તેમની જોડી ખુબ જ પસંદ છે.

હિના ખાને જણાવ્યું હતું કે તે ટૂંક જ સમયમાં બોલિવૂડનો ભાગ બનવા જઈ રહી છે તે ફિલ્મ ‘લાઇન્સ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે.

સ્મોલ સ્ક્રીનની જાણીતી વહુ અને લોકપ્રિય અભિનેત્રીહિના ખાન હવે ફિલ્મી પડદે જોવા મળશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતી થયેલી હિના ખાન છેલ્લે ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી.

નેગેટિવ કેરેક્ટરમાં હિનાના વખાણ થયા હતા. પરંતુ હવે તે બોલિવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. હિનાના ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. હિનાની ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે.

હિના ખાન ફેમસ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની ફિલ્મમાં જોવા મળશે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ડીપ નેક ડ્રેસમાં સુંદર લાગી રહી છે. આ તસવીર શેર કરતાં હિનાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. હિનાએ લખ્યું, “મારી ડેબ્યૂ ફિલ્મ ‘હેક્ડ’ની તસવીર. આ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020ના રોજ થિયેટર્સમાં આવશે.”

આ સિવાય હિના ખાને સ્વિમિંગ પુલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની પણ ફોટો શૅર કરી છે. સ્વિંમિંગ પુલના કિનારે હિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. હિનાની દરેક ફોટોમાં તેના બોલ્ડ લૂકને હાઇલાઇટ કરે છે. મોનોકીની સાથે હિનાએ મોટી હેટ અને સનગ્લાસિસ પહેર્યા છે.

હિના ખાનના આ વેકેશન ફોટો ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હિનાની ફોટોના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. હિના પોતાના બૉયફ્રેન્ડની સાથે વેકેશન પર ગઇ હતી. રોકીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોઝ શૅર કર્યા છે.