ખબર

‘કસોટી જિંદગી કી 2’માં હવે નહિ જોવા મળે હિના ખાન, આ અભિનેત્રી નિભાવશે ‘કોમોલિકા’નું પાત્ર

‘કસોટી જિંદગી કી 2’માં ‘કોમોલિકા’ બનીને ધમાલ મચાવનારી અભિનેત્રી હિના ખાન પોતાના નવા-નવા લૂક્સ માટે ચર્ચાઓમાં જ રહે છે. હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા-નવા લૂકના ફોટોસ શેર કરતી જ રહે છે. પરંતુ હાલમાં જ એવું જાણવા મળ્યું હતું કે કદાચ હિના ખાન આ શોમાંથી બ્રેક લઇ શકે છે. ખુદ હિના ખાને એ વાતનો ખુલાસો કર્યો હતો કે એ કેટલાક મહિનાઓ માટે આ શોમાંથી બ્રેક લઇ શકે છે.

 

View this post on Instagram

 

I am nicer when I like my outfit 😁 we girls you know, we love playing dress up💃 #KomoSwag @tripzarora

A post shared by Hina Khan (@realhinakhan) on

એ તરફ આ સમાચારથી તેના ચાહકો ઉદાસ છે તો કસોટી જિંદગી કીના ચાહકો માટે એ સારા સમાચાર પણ છે. ખબરોની માનીએ તો એકતા કપૂરને પોતાની નવી કોમોલિકા મળી ચુકી છે, જે હિના ખાનની જગ્યા લેશે. મળેલી માહિતી અનુસાર, હિના ખાનની જગ્યા બીજું કોઈ નહિ પણ પ્રખ્યાત ટીવી સિરિયલ ઇશ્ક મેં મરજાવામાં આરોહીનું પાત્ર ભજવનારી અભિનેત્રી અલીશા પવાર છે.

આ અભિનેત્રીઓના નામ પણ હતા લિસ્ટમાં…

માહિતી અનુસાર, એકતા કપૂરના મનમાં કોમોલિકાના પાત્ર માટે અનિતા હસનંદાનીથી લઈને ક્રિસ્ટલ ડિસૂઝા સુધીના નામ સામેલ છે. પરંતુ બાજી મારી ગઈ અલીશા, જે પોતાના નકારાત્મક પાત્રને લઈને ઘણીઆ ચર્ચાઓમાં હતી. હિનાની જેમ જ અલીશા પણ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને પોતાના ગ્લેમરસ લૂકને લઈને ચર્ચાઓમાં રહે છે. કેટલાક દિવસો પહેલા જ અલીશાએ આ સીરિયલને ટાટા બાય-બાય કહ્યું છે. એવામાં દેખીતી વાત છે કે જો અલીશાને આ ઓફર મળશે તો ચોક્કસથી જ એ આ ઓફરને નકારશે નહિ.

 

View this post on Instagram

 

Reddd❤️ Coz Komo is a Teekhi Laal Mirchi 🔥PostWeddingKomoSwag❤️ @tripzarora

A post shared by Hina Khan (@realhinakhan) on

બોલિવૂડમાં થવાની છે હિના ખાનની એન્ટ્રી…

જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા જ હિના ખાને ખુલાસો કર્યો હતો કે એ જલ્દી જ આ શોને અલવિદા કહેશે. હિના એ ખુલાસો કરતા કહ્યું હતું કે એ પોતાના બોલીવૂડના પ્રોજેક્ટ્સના કારણે આવું કરી રહી છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હિના આ શોમાં એપ્રિલ મહિના પછી જોવા નહિ મળે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks