ટીવીની સંસ્કારી વહુનો જોવા મળ્યો સ્વેગ, ટપોરી અવતારમાં શેર કરી તસવીરો- જુઓ PHOTOS

ઓહહહહહહ, આ શું પહેર્યું ટીવીની સંસ્કારી વહુએ? 7 PHOTOS જોતા જ ફેન્સ ચોંકી ઉઠ્યા

ટીવી ધારવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે”થી નાના પડદા પર લોકપ્રિય થનારી અભિનેત્રી હિના ખાનને આજે કોઇ ઓળખની જરૂર નથી. આ શોમાં હિના ખાને લીડ રોલ પ્લે કર્યો હતો અને તેની સાથે કરણ મેહરા જોવા મળ્યા હતા.

આ શોમાં હિના ખાને એવી ઇમેજ બનાવી હતી તે બધા તેને અક્ષરાના પાત્રમાં જ જોવા લાગ્યા હતા. આ પાત્રથી બહાર આવવા માટે હિના ખાને ટીવી રિયાલિટી શો “બિગબોસ”માં ભાગ લીધો.

“યે રિશ્તા કયા કહેલાતા હે” શો છોડ્યા બાદ અત્યાર સુધી હિના ખાને તમામ પ્રોજેક્ટ લઇ ચૂકી છે. હાલમાં તે બિલકુલ ડિફરન્ટ અવતારમાં જોવા મળી છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની તસવીરોને કારણે તે ખૂબ ચર્ચામાં પણ રહે છે.

હિનાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એક અલગ જ લુક જોવા મળી રહ્યો છે. તે ટપોરી અવતારમાં નજરે પડી રહી છે.

હિના ખાને લોઅર, ટોપ, સ્પોર્ટ્સ શુઝ, ડિઝાઇનર ચશ્મા અને ટોપી પહેરી છે. આ લુકમાં તેણે ફોટોશૂટ કરાવ્યુ છે અને ઘણા અલગ અલગ પોઝ પણ આપી રહી છે.

હિના ખાનનો આ લુકમાં ગજબનો સ્વેગ જોવા મળી રહ્યો છે. ચાહકો હિનાના આ ફોટોશૂટની પ્રશંસા કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, હિના ખાને આ લુકમાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં હિના ખાન ક્રિકેટ કા બાદશાહ ગીત પર ડાંસ કરી રહી હતી

તેણે તેના ચાહકોને ચેલેન્જ કર્યુ હતુ કે આ ગીતની બીટ પર ડાંસ કરે અને વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શેર કરે.

હિના ખાન હાલમાં જ “બારિશ” ગીતમાં જોવા મળી હતી, આમાં તેની સાથે અભિનેતા શાહીર શેખ હતો. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ગીતને અત્યાર સુધીમાં 100 મિલિયનથી પણ વધારે વ્યુઝ મળી ચૂ્ક્યા છે.

હિના ખાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ખૂબ જ સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 13.1 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

Shah Jina