ફિલ્મી દુનિયા

રિયાના મીડિયા ટ્રાયલ પર બોલી હિના ખાન, CBI તપાસ કરવા દો, કદાચ રિયા હવે…

14 જૂનના રોજ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધન બાદ ખબર આવી હતી કે, તેને સુસાઇડ કર્યું છે પરંતુ તેના ફેન્સ અને પરિવારજનો આ વાત માનવાનો ઇન્કાર કર્યો છે. બધા જ લોકો દિવંગત એક્ટરને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. સુશાંતના પિતા કેકે સિંહએ રિયા ચક્રવર્તી અને પાંચ અન્ય લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે મજબુર કરવાને લઈને ફરિયાદ કરી હતી. આ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના આરોપ રિયા પર લગાવી રહ્યા છે. સુશાંત ના પરિવાર સહીત અન્ય લોકો રિયાઈ ધરપકડની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે રિયાને લઈને હિના ખાન આગળ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને પણ સુશાંત માટે ન્યાયની માંગ કરી હતી. તે ઈચ્છે છે કે, આ મામલે જલ્દી જ ન્યાય કરવો જોઈએ. પરંતુ તે ઈચ્છે છે કે લોકોએ સીબીઆઈને તેનું કામ કરવા દેવું જોઈએ અને રિયાને મીડિયા ટ્રાયલ ના કરવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Sushantsingh Rajput Fanpage❣️ (@tribute_sushantsinh) on

હિનાએ કહ્યું હતું કે, સીબીઆઈએ તપાસ કર્યા બાદ એક નિર્ણય પર આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. આ આરોપો સાથે રિયા ચક્રવર્તીની કરિયરને હંમેશા માટે નુકસાન પહોંચી રહ્યું છે. શું ખબર કે, તે કોઇ પણનો સામનો કરવા સક્ષમ નથી. આ બધા સાચા કારણ માટે લડી રહ્યા છે-જસ્ટિસ ફોર સુશાંત. આ રીતે ના થવું જોઈએ. છેલ્લા થોડા અઠવાડિયાથી દરેક ચેનલ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને તપાસની વાત કરી રહ્યા છે. હું એ નથી કહી રહી આ વિષે વાત ના કરો પરંતુ સંતુલિત દ્રષ્ટિકોણ રાખો. દેશમાં અન્ય પણ ઘણા મુદ્દા છે જેના પર વાત કરવી જોઈએ. જેમકે કોરોનાના વધતા કેસ, ઘરેલુ હિંસા, બળાત્કાર અને આસામ પૂર.

 

View this post on Instagram

 

A post shared by Sushantsingh Rajput Fanpage❣️ (@tribute_sushantsinh) on

હિનાના કામની વાત કરવામાં આવે તો, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘર-ઘરમાં જગ્યા બનાવી હતી. આ સિવાય હિના ખતરો કે ખેલાડી, બિગબોસ-13 અને કસોટી જિંદગી કી માં નજરે આવી ચુકી છે. ટીવી બાદ એક્ટ્રેસ ફિલ્મ ‘હૈંકડ’થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. હિના આજકાલ નાગિન-5માં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by S U S H A N T M Y W O R L D 🌏 (@sushant_my_world_) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.