શું હિના ખાનને 13 વર્ષ જૂના બોયફ્રેન્ડે આપ્યો દગો ? ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઇ ચાહકો થયા પરેશાન

35 વર્ષની કુંવારી અભિનેત્રી હિના ખાનને મળ્યો દગો? ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોતા જ ફેન્સને થઇ ગયું ટેંશન, જાણો સમગ્ર વિગત

‘બિગ બોસ 11’ ફેમ અને ટીવી અભિનેત્રી હિના ખાન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે કરોડો લોકોને પ્રેરણા આપે છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. આ શોથી તેને ઘરે-ઘરે લોકપ્રિયતા મળી હતી.

આ પછી તેણે ‘બિગ બોસ 11’ માં ભાગ લીધો અને પછી તેની અનફિલ્ટર કરેલી છબી બતાવી. તે આ શોમાં પોતાને સાબિત કરવામાં સફળ રહી હતી, આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ત્યારે હાલ હિના ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારથી હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર દગા વિશે એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે,

ત્યારથી ચાહકો અનુમાન કરી રહ્યા છે કે અભિનેત્રીની લવ લાઇફમાં કંઈક ચાલી રહ્યુ છે. હિનાની ક્રિપ્ટિક પોસ્ટ બાદ ચાહકો હિના ખાન અને રોકી જેસવાલના બ્રેકઅપની અટકળો લગાવી રહ્યા છે, જે ટીવીના રોકિંગ અને સૌથી આરાધ્ય કપલમાંથી એક છે. હિના ખાને મોડી રાત્રે ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ લખી – જેણે તમને દગો આપ્યો, તેના પર આંધળો વિશ્વાસ કરવા બદલ પોતાને માફ કરવાનું ક્યારેય ભૂલશો નહીં. કેટલીકવાર સારા હૃદયને ખરાબ વસ્તુઓ દેખાતી નથી.

હિના ખાનની આ રહસ્યમય પોસ્ટે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. જે બાદ ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે હિના પરેશાન છે. જો કે, હિનાએ હવે ઈન્સ્ટા સ્ટોરીમાંથી આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. પરંતુ સોશિયલ મીડિયા પર હિનાની પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. ચાહકો ફક્ત પ્રાર્થના કરી રહ્યા છે કે તેની અને રોકી વચ્ચે બધુ સારું રહે. હિના અને રોકી ઘણા વર્ષોથી સાથે છે.

તે બંનેના લગ્નના સમાચારની અફવા પણ ઘણી વખત ઉડી છે. પરંતુ હિના અને રોકી બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો લગ્નનો હજુ કોઈ પ્લાન નથી. હિના ખાન અને રોકીની મુલાકાત 2009માં થઈ હતી. બંનેની મુલાકાત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર થઈ હતી. ત્યારથી બંને સાથે છે. ઘણીવાર બંને સાથે સમય વિતાવતા જોવા મળે છે.

હિના અને રોકીએ જીવનના દરેક મુશ્કેલ સમયે એકબીજાને સાથ આપ્યો છે, અને હિંમત વધારી છે. જો કે, જણાવી દઇએ કે, હિના ખાનની લવ લાઇફમાં કંઇ જ ખરાબ ચાલી રહ્યુ નથી. સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કર્યા બાદ હિનાની લવ લાઇફને લઇને જે ખબર ચાલી રહી હતી એવું કંઇ જ નથી. હિના ખાને આ બધું પોતાના નવા પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે કર્યું હતું. તેની નવી સિરીઝ આવી રહી છે જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Kalpika World (@kalpikaworld1)

સિરીઝનું નામ છે ષડયંત્ર, જેમાં ઘણા રહસ્યો ખુલશે, દગાનું સત્ય સામે આવશે. હિના ખાન સિવાય તેના બોયફ્રેન્ડ દ્વારા પણ આ ટીઝર શેર કરવામાં આવ્યું છે. હિના અને રોકા જેસવાલના બ્રેકઅપના સમાચારોમાં કોઈ સત્ય નથી. હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી. આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે.ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.

Shah Jina