મનોરંજન

પર્પલ આઉટફિટમાં કાતિલ લાગી રહી છે હીના ખાન, શેર કરી વેકેશનની શાનદાર તસવીરો

‘યે રિશ્તા…’ની ‘અક્ષરા’એ માલદીવ્સથી શેર કરી ધમાકેદાર તસવીરો, જોતા જ મોહિત થઇ જશો

ટીવીથી લઈને બૉલીવુડ સુધી નામના મેળવનારી અભિનેત્રી હિના ખાન તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાની હોટ તેમજ ગ્લેમરસ તસવીરો પણ શેર કરતી રહે છે. (Image Credit/Instagram-realhinakhan)

હિના ખાન આ સમયમાં માલદીવની અંદર રાજાઓનો આનંદ માણી રહી છે. જ્યાંથી તેને ઘણી તસવીરો શેર કરી છે. પોતાનું વેકેશન એન્જોય કરતી તસવીરો હિના પોસ્ટ કરતી રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

હીનાએ પર્પલ ક્રોપ ટોપ અને મેચિંગ ટ્રાઉઝરમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે, હીનાનો આ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

હીના આ તસ્વીરોમાં મિનિમલ મેકઅપ, શેડ્સ અને કેપ પણ પહેરી રાખ્યા છે. જેમાં તેનો એક અલગ જ અંદાજ ઝળકી રહ્યો છે.

હિના આ લુકમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. હિના સમુદ્ર ટ્રેક ઉપર અલગ અલગ પોઝ પણ આપી રહી છે. ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.

હિના ખાનના કરિયરની જો વાત કરવામાં આવે તો તેને ધારાવાહિક “યે રિશ્તા ક્યાં કહેલાતા હે” દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ ધારાવાહિકમાં તેને ઘર ઘરમાં ઓળખ મળી હતી. હીના ખાન બિગ બોસની કંટેસ્ટન્ટ પણ રહી ચુકી છે અને બિગ બોસ-14માં તે સીનીયર સંચાલકના સ્વરૂપે પણ જોવા મળી હતી.

હિના ખાન થોડા દિવસ પહેલા જ માલદીવ વેકેશન પર પહોંચી હતી, અહીંયા તે તેના બોયફ્રેન્ડ રૉકી જાયેસવાલ સાથે પહોંચી છે. બંન્ને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હીનાએ પોતાના વેકેશનની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે જેમાં તે એકદમ કાતિલ લાગી રહી હતી.

હિના ખાન ઘણીવાર તેની તસ્વીરોને લઈને ટ્રોલ પણ થાય છે, તે છતાં પણ હીનાને ટ્રોલર્સની કોઈ વાતની ચિંતા નથી.

હિના પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની બોલ્ડ અને ગ્લેમર તસવીરો હંમેશા શેર કરતી રહે છે, જેને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.