હિના ખાને લાઇવ VIDEOમાં હાથ થોડી ચાહકોને કરી દીધી એવી અપીલ કે તમે વિશ્વાસ જ નહિ કરો- જુઓ વીડિયો

આખરે ટીવીની સંસ્કારી વહુએ કેમ બે હાથ જોડી દીધા? કહ્યું કે મહેરબાની કરીને…ફેન્સ પણ ફફડી ઉઠ્યા

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાના પાત્રથી લોકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી હિના ખાન આજે ઇન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે. બિગ બોસ 11માં જોવા મળેલી હિનાની જબરદસ્ત ફેનફોલોઈંગ છે.ચાહકો હિનાને એટલો બધો પ્રેમ કરે છે કે તેઓ તેને ઘણી ગિફ્ટો મોકલતા હોય છે પરંતુ હવે હિના પોતાના ચાહકો તરફથી મળતી ગિફ્ટ્સથી ઘણી પરેશાન થઈ ગઈ છે. એટલું જ નહીં, હિના તેના ચાહકો તરફથી મળેલી ભેટોથી એટલી નારાજ છે કે તેણે ચાહકોને હાથ જોડીને આ ગિફ્ટ્સ મોકલવાનું બંધ કરવા કહ્યું છે.

હિનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં હિના તેના ફેન્સ સાથે તેના મંતવ્યો શેર કરતી જોવા મળી રહી છે. હિના ખાને આ વીડિયોમાં કહ્યું છે કે તે આ ઈન્ડસ્ટ્રી સાથે લગભગ 12 વર્ષથી જોડાયેલી છે અને દરેક ખાસ અવસર પર તેના ચાહકો તેને ઘણી ગિફ્ટ મોકલે છે. તેનો જન્મદિવસ હોય, હિટ ગીત હોય કે બીજું કંઈક… ચાહકો દરેક પ્રસંગને ગિફ્ટથી ખાસ બનાવે છે. પણ હવે તે હાથ જોડીને વિનંતી કરે છે કે હવે તેને કોઈ ભેટ ન મોકલે.

હિના આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે, ‘મારા જન્મદિવસ પર તમે ઘણી ગિફ્ટો મોકલી, હાથથી બનાવેલા કાર્ડ્સ, પણ મોકલ્યા.. હું ખૂબ જ ખુશ છું કે તમે લોકો મને ખૂબ પ્રેમ કરો છો. પણ આજે મારુ લાઈવ આવવાનું કારણ એ છે કે હું હાથ જોડીને આપ સૌને કહેવા માંગુ છું કે મિત્રો, મારી પાસે જગ્યા નથી. હું હાથ જોડીને કહું છું, મહેરબાની કરીને હવે મને ગિફ્ટ્સ મોકલવાનું બંધ કરો, કારણ કે મારી પાસે તેને રાખવાની જગ્યા નથી.

હું જાણું છું કે તમે આ બધું પ્રેમથી કરો છો, પણ મહેરબાની કરીને એમ ન કરો. તમારો પ્રેમ મારા માટે પૂરતો છે, પણ હું કેવી રીતે કહું કે મારી પાસે જગ્યા નથી. વિડિયોમાં, હિનાએ કેટલાક ચાહકો તરફથી હાથથી બનાવેલી ગિફ્ટ પણ બતાવી, જે દર્શાવે છે કે ચાહકો કેટલી મહેનતથી વસ્તુઓ બનાવે છે અને મોકલે છે. હિનાએ છેલ્લે કહ્યું હતું કે મને ગિફ્ટ મોકલવાને બદલે તમે ઝાડ વાવો કે કોઈને મદદ કરશો તો મને પણ એટલી જ ખુશી થશે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

Shah Jina