નેહા ધૂપિયાના પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી ટીવીની સંસ્કારી વહુ, કયારેક કરી કિસ તો કયારેક થઇ ઇંટીમેટ

આટલી ખતરનાક કયારેય નહિ જોવા મળી હોય હિના ખાન, નેહા ધૂપિયાના પતિ સાથે ઉફ્ફ્ફ્ફ્ફ

પોપ્યુલર ટીવી શો “યે રિશ્તા કયા કહેેલાતા હે”માં સંસ્કારી વહુ અક્ષરાનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી હિના ખાન એકવાર ફરી બોલ્ડ અવતારમાં નજર આવી છે. હિના ખાનનું નેહા ધૂપિયાના પતિ અને અભિનેતા અંગદ બેદી સાથે એક ગીત રીલિઝ થયુ છે,

જેમાં તે અંગદ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. હિના ખાન અંગદ બેદીને કયારેક ગીતમાં કિસ કરતી તો કયારેક ઇંટીમેટ થતી નજર આવી રહી છે. ગીતનું ટીઝર જયારે સામે આવ્યુ ત્યારે તેનો બોલ્ડ અવતાર જોઇ દર્શકો પણ હેરાન રહી ગયા હતા.

હિના ખાન અને અંગદ બેદીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ગીતથી જોડાયેલ કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે બંને એકબીજાને પકડી કિસ કરવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. હિના અને અંગદની આ રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.

હિના અને અંગદ બેદીનું “મેં ભી બર્બાદ” ગીત રીલિઝ થતાની સાથે જ યૂટયૂબ પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. વીડિયોમાં બંનેની લાજવાબ કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધુ છે. વીડિયોમાં હિના અને અંગદ બંને બિલકુલ અલગ જ જોવા મળી રહ્યા છે. હિના ખાન અને અંગદ બેદી બંને મ્યુઝિક વીડિયોમાં ગેંગસ્ટરના રોલમાં જોવા મળી રહ્યા છે.

હિના ખાનનો આ અવતાર પહેલા કયારેય પણ જોવા મળ્યો નથી. આ પહેલા પણ હિના ખાનના ઘણા મ્યુઝિક વી઼ડિયો રોમેન્ટિક અંદાજમાં આવ્યા હતા. પરંતુ આ વખતે હિના અને અંગદ બંનેએ શાનદાર પર્ફોમન્સથી બધાને હેરાન કરી દીધા છે.

વીડિયોમાં હિના ખાન પહેલા અંગદ બેદી સાથે રોમાન્સ કરતી જોવા મળી છે તો બીજી જ પળે તેને ચીટ કરતી જોવા મળી રહી છે. બંનેનો લુક વીડિયોમાં કિલર લાગી રહ્યો છે. “મેં ભી બર્બાદ” મ્યુઝિક વીડિયોમાં હિના ખાન દગાબાજ પ્રેમિકાના રોલમાં જોવા મળી રહી છે. આ ગીત રીલિઝ થયા પહેલા જ ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ અને હવે રીલિઝ થયા બાદ તો તે ધૂમ મચાવી રહ્યુ છે.

હિના ખાનના આ ગીતને જાણિતા સિંગર યાસેર દેસાઇએ ગાયુ છે. જયારે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સંગીત આપ્યુ છે. હિના ખાન પહેલા ફિલ્મ “હેક્ડ”માં ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. સ્ક્રીન પર આવી રીતના સીન્સ પર હિનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, કેટલીક વસ્તુઓ સ્ક્રિપ્ટની ડિમાંડ અનુસાર ફિલ્મોમાં જરૂરી થઇ ગઇ છે. જો કે, આ પર આપણી લિમિટેશન શુ હશે, તેના પર ડિંપેંડ કરે છે.

હિના ખાન અનુસાર, મારાથી જેટલુ થઇ શકે એટલુ મેં એક્સપોઝ કર્યુ, મને લાગે છે કે, જો સ્ક્રિપ્ટની ડિમાંડ અને આજ કાલની ફિલ્મોમાં જયારે એક્શન બતાવી શકે છે તો રોમાન્સ પણ બતાવવો જોઇએ. આજના સમયમાં સ્ક્રીન પર કિસ બતાવવી પડે છે કારણ કે લોકો એ જ દેખવા માંગે છે.

હિના ખાનની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે રોકી જયસવાલને ડેટ કરી રહી છે. તે બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની મુલાકાત “યે રિશ્તા કયા કહેલાતા હે” શોના સેટ પર થઇ હતી. તે શોમાં રોકી સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર હતા. જયારે હિના અભિનેત્રી હતી. રોકી હિનાના કામ પ્રતિ સમર્પણને જોઇને જ ફિદા થઇ ગયા હતા.

હિના ખાન જયારે ટીવીના ચર્ચિત શો “બિગબોસ 11″નો ભાગ બની હતી ત્યારે તેણે રોકી સાથેન રિલેશનને લઇને વાત કરી હતી. પલને ડેટ કરતા લગભગ 10 વર્ષથી પણ વધારેનો સમય થઇ ચૂક્યો છે. કેટલાક દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુ દરમિયાન રોકીએ હિના ખાન સાથે લગ્નને લઇને વાત કરી હતી.

અંગદ બેદીની વાત કરીએ તો, અંગદ બેદી આ દિવસોમાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં છે તેઓ બીજીવાર પિતા બનવા જઇ રહ્યા છે. હિના ખાનની વાત કરીએ તો, તે હાલમાં જ માલદીવથી પરત ફરી છે. ત્યાંથી તેણે તેની ખૂબસુરત તસવીરો પણ શેર કરી હતી. જે ઘણી વાયરલ પણ થઇ હતી.

હિના ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે કયામત, પરફેક્ટ બ્રાઇડ, ચાંદ છુપા બાદલ મેં, સાથ નિભાના સાથિયા, વારિસ જવા શોમાં કેમિયો એટલે કે નાનો રોલ કરી ચૂકી છે. વર્ષ 2013માં ઇસ્ટર્ન આઇ મેગેઝીને ટોપ 50 એશિયન વુમનની લિસ્ટમાં હિના ખાનનું નામ સામેલ કર્યુ હતુ.

Shah Jina