સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઇ હિના ખાન, તો ફેન્સનો હિના ગુસ્સો ફૂટ્યો

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં હિના ખાન કેમ ન ગઈ? અભિનેત્રીએ કરારો જવાબ આપી કરાવ્યા ચુપ

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.  સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયુ છે. સિદ્ધાર્થના નિધન બાદ પરિવાર સહિત મિત્રો અને ચાહકો સદમામાં છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

આ વચ્ચે ચાહકોએ હિના ખાનથી નારાજગી દર્શાવી છે. હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા બિગબોસ-14માં તોફાની સીનિયર બનીને આવ્યા હતા. જયાં હિના અને સિદ્ધાર્થ સાથે ઘણી મસ્તી કરતા જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ અને હિનાનો ઘણો સારો બોન્ડ પણ થઇ ગયો હતો. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં હિના ખાન સામેલ થઇ ન હતી અને જે બાદ સોશિયલ મીડિયા પર ચાહકો નારાજગી જતાવી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી જતાવતા હિના ખાનને પૂછ્યુ કે, હિના તમે સિડના ક્લોઝ હોવા છત્તા પણ કેમ ન ગયા, આવું શુ હતુ કે તમે તેના ઘરે ન જઇ શક્યા ?

હિના ખાને આ વાતનો જવાબ આપતા કહ્યુ કે, સર હું મુંબઇમાં નથી, એરપોર્ટ પર દિલ તોડવાવાળી ન્યુઝ સાંભળી. અત્યારે પણ મુંબઇમાં નથી. ત્યારે એક અન્ય યુઝરે હિનાને સિદ્ધાર્થના ઘરે જવાની રિકવેસ્ટ કરતા કહ્યુ કે, પ્લીઝ હિના મારી તમારાથી વિનંતી છે કે જો પોસિબલ હોય તો તેમના ઘરે જઇ આવો.

એ યુઝરે આગળ લખ્યુ કે, રીતા આન્ટી અને શહેનાઝને કહેજો કે મુશ્કેલ સમયમાં અમે તેમનો સાથ આપીશ અને તેમનું ધ્યાન રાખીશુ કારણ કે અમે સિડને ઘણો પ્રેમ કરીએ છીએ. હિના ખાને આ યુઝરને જવાબ આપતા લખ્યુ કે, મુંબઇ પહોંચી પહેલા આ જ વસ્તુ કરીશ.

હિના ખાને દિવંગત અભિનેતાના ચાહકોને મજબૂત રહેવા માટે કહ્યુ છે. હિનાએ ટ્વીટ કરતા લખ્યુ કે, આઇ એમ સોરી, આઇ એમ સોરી, સોરી ડિયર સિડહાર્ટ્સ. હું તમને મારી પ્રેમ શક્તિઓ અને પ્રાર્થના મોકલી રહી છુ. કૃપા કરીને મજબૂત રહો. તમે તેની તાકાત હતા. તેની સેના, તેનું ગૌરવ. તે હંમેશા ખુશ રહે.

સિદ્ધાર્થ શુક્લાના નિધનની જાણકારી મળ્યા બાદ હિના ખાને સોશિયલ મીડિયા પર દુખ જાહેર કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ કે, પોતાના કોઇ નજીકનાને ગુમાવ્યા બાદ હું મારા ખાસ મિત્રના નિધનની ખબરથી તૂટી ગઇ છું અને ડરી ગઇ છું. મારી તબિયત થોડી ઠીક નથી અને આ સમયે બરાબર પરિસ્થિતિમાં પણ નથી. હું તમારા લોકોની જેમ આ ખાબર સાંભળ્યા બાદ ઝઝૂમી રહી છું.

Shah Jina