માલદીવમાં હિના ખાને વ્હાઇટ સ્વિમસૂટ પહેરી સ્વિમિંગ પુલમાં લગાવી આગ, અભિનેત્રીની હોટનેસે વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન

સ્વર્ગ જેવા માલદીવમાં સંસ્કારી વહુ હિના ખાને બિકી જેવું પહેરીને આપ્યા એવા પોઝ કે નજર નઈ હટાવી શકો, જુઓ ફોટા

ટીવી અભિનેત્રી હિના ખાન એ હસીનાઓમાંની એક છે, જેને નવા ફોટોશૂટ્સ કરાવવા અને તેમાં પોતાની સ્ટાઇલ શો કરવાનું ઘણુ પસંદ છે. હસીના તેના સ્ટાઇલિશ આઉટફિટમાં પોતાને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો નથી છોડતી. આ જ કારણ છે કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોટ અને બોલ્ડ લુક્સથી ભર્યુ પડ્યુ છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હિનાના ચાહકો જાણે છે કે તે વોટર બેબી છે અને અવાર નવાર તે માદીવ્સમાં વેકેશન માણવા જતી હોય છે. ત્યારે હિના ખાન આ દિવસોમાં ફુલ મસ્તીનાં મૂડમાં છે. અભિનેત્રી માલદીવમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી છે. હિનાની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

તસવીરોમાં હિના ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી રહી છે. અભિનેત્રી બિકી ટોપમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. તસવીરો પરથી તમે પણ તમારી નજર નહિ હટાવી શકો. અભિનેત્રી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. આ તસવીરોમાં તેની બોલ્ડનેસ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હિનાની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હિનાએ ખુલ્લા આકાશ નીચે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે પૂલ પર મસ્તી કરતી જોવા મળી.

અભિનેત્રી વિવિધ સ્ટાઈલમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. હિનાએ કેપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાને પોતાની સ્ટાઈલથી બધાને ઘાયલ કરી દીધા હતા. એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર જોઈને બધાના હોશ ઉડી ગયા. તે સતત માલદીવ ટ્રિપની પોતાની તસવીરો શેર કરી રહી છે.

હિનાના ફોટા પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, ‘પાની મેં આગ લગા દી’, જ્યારે એક યુઝરે લખ્યું, ‘પરી લગ રહી હો. ફેન્સ કોમેન્ટ બોક્સમાં હોટ એન્ડ બ્યુટીફુલ લખીને પ્રેમ વરસાવી રહ્યા છે. હિનાની મોનોકિનીની સ્લીવ્ઝ પર ફ્રિલ ડિટેલ સાથે ડીપ V નેકલાઇન હતી, જે અદ્ભુત દેખાતી હતી. સ્લીવ્ઝની ડિઝાઇન તેના દેખાવને સ્ટાઇલિશ બનાવી રહી હતી.

આ મોનોકિની પાસે મિડ્રિફ ભાગ પર કટ-આઉટ ડિટેઇલ હતી, જેમાં તેનું ટોન પેટ ફ્લોન્ટ થઇ રહ્યુ હતું. હિનાએ સ્ટાઇલિશ ચેન અને ચંકી ઇયરિંગ્સ સાથે બીચ લુક પૂર્ણ કર્યો હતો. બિગ બોસ 11 ફેમ હિના ખાન કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી, તે ટીવી સીરિયલ અને સીરીઝ સહિત મ્યુઝિક આલ્બમમાં પોતાનો અભિનય અને અદાઓ બતાવી ચૂકી છે.

Shah Jina