દેશભરમાં આ વર્ષે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના મૌકા પર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવવાનો છે.પણ ટીવીની લોકપ્રિય અભિનેત્રી હીના ખાન માટે રક્ષાબંધનો તહેવાર અત્યારથી જ શરૂ થઇ ચુક્યો છે.તાજેતરમાં જ હીના ખાને પ્રી-રક્ષાબંધનની ઉજવણી કરી છે અને તેની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.
હીના ખાને પ્રી-રક્ષાબંધનની ઉજવણી પોતાના બોયફ્રેન્ડ રૉકી જાયસવાલની બહેનોની સાથે કરી છે. તસ્વીરોમા જોઈ શકાય છે કે બોયફ્રેન્ડ રૉકી જાયસવાલની બહેનો હીનાને રાખડી બાંધી રહી છે.
તસ્વીરોને શેર કરતા હીના ખાને કૈપ્શનમા લખ્યું કે,”પ્રી-રાખી સેલિબ્રેશન અમારી દીદીઓ અને પરિવારની સાથે.દુવાઓ માટે દરેકનો આભાર. હેપ્પી રાખી સિસ્ટર્સ.પોતાના ભાઈની સાથે તસ્વીરો 15 તારીખે પોસ્ટ કરીશ”.
રોકીએ પણ તસ્વીરોને પોસ્ટ કરતા લખ્યું કે,”મુરત પર નહિ, પણ સમય પર ચોક્કસ છે…કેમ કે સાથ જરૂરી છે”.તસ્વીરોમાં હીનાની રોકીની બહેનો સાથેનો બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે.રોકીની બહેનોએ હીનાની સાથે સાથે પોતાના ભાઈને પણ રાખડી બાંધી હતી.
વેસ્ટર્ન લુકમાં, પીળા રંગનો દુપટ્ટો ઓઢેલી હિના ખાન ખુબ જ સુંદર લાગી રહી છે.ફૈન્સ પણ રોકીના બહેનો સાથેની હીનાની બોન્ડિંગને ખુબ પસંદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે હીના અને રૉકી પોતાના કામને લીધે લગાતાર મુસાફરી કરી રહ્યા છે. પોતાના પોસ્ટમાં રૉકીએ એ પણ કહ્યું હતું કે કામને લીધે રક્ષાબંધનના દિવસે બહાર રહેશું માટે આ વખતે પ્રી-રક્ષાબંધની ઉજવણી કરી.તાજેતરમાં જ હીના અને રૉકી કાશ્મીરથી શૂટિંગ પુરી કરીને મુંબઈ પાછા આવ્યા છે જેના પછી હીના દિલ્લી ગઈ હતી.
હીનાએ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ દ્વારા કરી હતી. જેમાં તેણૅ 8 વર્ષ સુધી અક્ષરાનો કિરદાર નિભાવ્યો હતો જે દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.આ જ શો ના દરમિયાન હીનાની રૉકી સાથે મુલાકાત થઇ હતી. રોકી આ શો ના સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર હતા.
રોકી અને હીના એકબીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે.બિગ બોસ-11 માં હીનાએ એક ફેમિલી સ્પેશિયલ એપિસોડમાં પોતાના અને રૉકીના પ્રેમને કબુલ કર્યો હતો. જેના પછી બંનેને ઘણા મૌકાઓ પર એકસાથે જોવામાં આવે છે.રાશાબંધીની તસ્વીરો જોઈને એ કહી શકાય છે કે બંનેની એક-બીજાના પરિવાર સાથે પણ સારી એવી બોન્ડિંગ છે.
હીનાને છેલ્લી વાર ટીવી શો ‘કસૌટી જીંદગી કી-2’ માં કોમોલિકાના કિરદારમાં જોવા મળી હતી. જેના પછી હવે હીના ‘લાઇન્સ’ ફિલ્મથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. આ ફિલ્મને પોસ્ટર કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.કાંસના પોતાના ડેબ્યુ લુક માટે પણ હિનાના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks