મનોરંજન

સૂટ બૂટમાં જોવા મળ્યો હિના ખાનનો શાનદાર અંદાજ, જોઈને તમે પણ કહેશો… “શું લુક છે…”

ટીવીની વહુરાણી હિનાનું નવું ફોટોશૂટ જોઈને ફેન્સની આંખોના ડોળા બહાર આવી ગયા- જુઓ કાતિલ તસવીરો

ટીવી સિરિયલ દ્વારા પોતાની નામના બનાવીને બોલીવુડમાં પણ કદમ રાખનારી અભિનેત્રી હિના ખાન લાઇમ લાઇટમાં ખુબ જ છવાયેલી રહે છે. તેનો ખુબ જ મોટો ચાહકવર્ગ પણ છે. હિના ખાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. (Image Credit: Instagram-hinakhan)

હાલ હિના ખાનની એવી જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં હીનાનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. હીનાની આ તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

હિના ખાને પોતાના ઈન્ટાગ્રામ ઉપર પોતાની ઘણી બધી તસવીરો શેર કરી છે. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. હીનાની આ તસવીરો ઉપર લાખો લાઈક પણ આવી ચુકી છે.

હિના ખાનને મોતઃગે લોકો સલવાર શુટની અંદર જ જોવા ટેવાયેલા હતા, પરંતુ સામે આવેલી તસ્વીરોની અંદર હીનાનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. બોસ લુકની અંદર હિના ખુબ જ આકર્ષક દેખાઈ રહી છે. સૂટ બૂટમાં હિનાના આ અવતારને જોઈને ચાહકો પણ અભિભૂત બની ગયા છે.

આ તસવીરો શેર કરવાની સાથે હીનાએ કેપશન દ્વારા જણકારી પણ આપી છે કે આ તસવીરો પાવર પેક બિગિનિંગ 2021ના એવોર્ડ દરમિયાનની છે. જેમાં તેને એવોર્ડ મળ્યો છે.

સામે આવેલી તસ્વીરોની અંદર હિના ડાર્ક ગ્રે રંગના શૂટમાં નજર આવે છે. તો તેના ચહેરા ઉપર મિનિમમ મેકઅપ પણ દેખાઈ રહ્યો છે. આ સાથે હીનાની હેર સ્ટાઇલ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. હિના ઉપર આ હેરસ્ટાઇલ પણ ખુબ જ સુંદર લાગી રહી છે.

હીનાએ પોતાના આ લુકને લિપસ્ટિક સાથે પૂર્ણ કર્યો છે. તો તસ્વીરોની અંદર તે શાનદાર પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

હિના ખાને ધારાવાહિક “એ રિશ્તા ક્યાં કહેલાતા હે” દ્વારા પોતાની આગાવી નામના કરી હતી. આ ધારાવાહિક દ્વારા તેને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.