હિના ખાન પર ભારે પડી ગઈ નેહા કક્કર, 7 તસ્વીરો જોઈને ચાહકો થઇ ગયા ઘેલા
ટીવી જગતની ફેમસ અભિનેત્રી હીના ખાન આજે બોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે. બિગ બૉસની કન્ટેસ્ટેન્ટ રહી ચુકેલી હીના ખાન અભિનયની સાથે સાથે ફેશન અને સ્ટાઈલની બાબતમાં પણ ખુબ જ આગળ છે.

હીના ખાન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની સુંદર અને હોટ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં તાજતેરમાં જ હિના ખાને પોતાની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણે બ્લુ જીન્સ અને વ્હાઇટ સ્કિનફીટ ટોપ પહેરી રાખ્યું હતું.

હીના ખાનના વ્હાઇટ ટોપમાં કટઆઉટ ડિઝાઇન હતી, જે તેની બોલ્ડનનેસ ઉભરાવી હતી. આ ટોપની સાથે હીનાએ હાઈ વેસ્ટ બૈગી જીન્સ પહેરી રાખ્યું હતું અને તેને નીચેથી ફોલ્ડ કરી રાખ્યું હતું.

હીનાએ પોતાના લુકને વધારે સ્ટાઈલિશ બનાવવા માટે કમર પર સ્ટાઈલિશ બેલ્ટ પણ બાંધી રાખ્યો હતો. હીનાએ બ્લેક હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા હતા.

આ લુકની સાથે હીનાએ ગળામાં ચેન પહેર્યો હતો અને મેકઅપ કર્યો હતો અને વાળમાં સાઈડ પાર્ટ કરી રાખ્યું હતું.

હિનાનો આવો હોટ અંદાજ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો અને ખુબ કમેન્ટ્સ પણ મળી હતી. જો કે તેના પછી સિંગર નેહા કક્ક્ડએ પણ પોતાની તસ્વીર શેર કરી હતી જે હીના ખાન પર ભારે પડી હતી.

નેહાએ પણ પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો હતો. તસ્વીરમાં નેહાએ Calvin Klein નું ગ્રે સ્પોર્ટ્સ અને ડેનિમ જીન્સ પહેરી રાખ્યું હતું. નેહાએ નોઝ પિન પણ પહેરી રાખી હતી જે તેની સ્ટાઈલમાં વધારો કરી રહ્યો હતો. દર્શકોને નેહાના આવા અવતાર પર હીના ખાનનો ગ્લમેરસ અવતાર થોડો ફિક્કો લાગ્યો હતો.

નેહાના આવા અંદાજની દર્શકોએ ખુબ પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે,” તું બધાથી અલગ છે, નેહા તું આગ છે’ બીજા એકે લખ્યું કે,”ન તો શાંતિથી જીવવા દઈશ કે ન તો શાંતિથી મારવા દઈશ”. જયારે અન્ય એક યુઝરે લખ્યું કે,”વૉટ અ હૉટી”.

અત્યાર સુધીના નેહાનાં જેટલા પણ ગ્લેમરસ અવતાર સામે આવ્યા તેમાનો આ અંદાજ દર્શકોને સૌથી વધારે હોટ લાગી રહ્યો છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.