હિના ખાન બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે રોમેન્ટિક વેકેશન, શેર કરી ખૂબસુરત તસવીરો

ટીવીની વહુરાણી પહોંચી દુનિયાના સ્વર્ગમાં, જુઓ કેવો મસ્ત સમય ચાલી રહ્યો છે

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે. હિના ખાને હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર તસવીર શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

હિના ખાન ફરી એકવાર માલદીવ પહોંચી ચૂકી છે. આ રોમેન્ટિક ટ્રિપ પર તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોકી જયસવાલ પણ છે. હિના ખાને તેની કેટલીક ખૂબસુરત અને હોટ તસવીરો શેર કરી છે. માલદીવ ટ્રિપની વાત કરીએ તો આ વર્ષે આ ટ્રિપ તેની બીજી ટ્રિપ છે. આ વર્ષે માર્ચમાં જ હિના માલદીવ વેકેશન પર ગઇ હતી, જયાંથી તેણે દિલકશ તસવીરો શેર કરી હતી.

હિના ખાને આ ટ્રીપથી અલગ અલગ પોઝવાળી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. હિના ખાનનો બોયફ્રેન્ડ રોકી જયસવાલ પણ આ ટ્રિપ પર છે અને તેણે  પણ ઇન્સ્ટાગ્રામ વોલ પર તેની ઘણી તસવીરો શેર કરી છે. જો કે, તેમણે એકબીજા સાથે તસવીર હજી સુધી શેર કરી નથી. હિના ખાન જણાવી ચૂકી છે કે માલદીવ તેની ફેવરેટ પ્લેસ છે અને હવે તેને જયારે પણ મોકો મળે છે ત્યારે તે વેકેશન મનાવવા અહીં પહોંચી જાય છે.

નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે. હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી. આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે.

ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.

“યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી હિના ખાન હવે ફિલ્મોમાં પણ નજર આવવા લાગી છે. તેણે તેના અભિનયની છાપ ફિલ્મો સુધી પણ છોડી છે. ટીવીની સંસ્કારી વહુ હિના ખાન હવે ઘણી ગ્લેમરસ અને હોટ થઇ ગઇ છે. હિના ખાન છેલ્લે “બિગબોસ 14″માં જોવા મળી હતી. તે તેમાં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી.

Shah Jina