કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ધૂમ મચાવ્યા બાદ, હિના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે પેરિસ વેકેશન પર ગઈ હતી. હિના ખાન ભલે વેકેશન કરીને પેરિસ ફરીને ભારત પરત આવી ચુકી હોય, પણ આ જ વેકેશનની કેટલીક તસવીરો તેને તાજેતરમાં શેર કરી હતી.

હિના ખાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. હિનાએ પોતાના પેરિસ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
તસ્વીરમાં હિના પેરિસના રસ્તાઓ પર બેસેલી જોવા મળે છે. ચોક્કસથી જ હિનાની આ તસવીરો તેમના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલે જ ક્લિક કરી હશે. તેમના આ લૂકમાં હિના ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે. સાથે જ એક તસ્વીરમાં જોવા મળતું તેનું બેગ જોઈને લાગે છે કે આ બેગ તેનું ફેવરિટ બેગ લાગે છે, કારણ કે આ વેકેશનની બીજી તસ્વીરોમાં પણ તેની સાથે આ બેગ જોવા મળ્યું હતું.
હાલમાં જ હિનાએ હોલિવૂડના ડિરેક્ટર માર્ક બસ્કેટ સાથે મુલાકાત કરી હતી. તેમના ઓસ્કરને જોઈને હિનાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે એ પણ માર્કની જેમ જ ઓસ્કર વિનર બનવા માંગે છે.
હિના ખાનને અસલ જીવનમાં ફરવાનો ઘણો શોખ છે. હિના ઘણીવાર રજાઓ મનાવવા માટે પોતાના બોયફ્રેન્ડ રોકી સાથે દેશની બહાર જતી રહે છે.
હિનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ એ રિશ્તા ક્યાં કહેલાતા હૈથી કરી હતી. આ શોમાં 8 વર્ષ કામ કર્યા બાદ તેને આ શો છોડી દીધો હતો અને તે બિગ બોસ 11માં જોવા મળી હતી. તે પોતના લૂકને લીધે હંમેશા ચર્ચાઓમાં રહે છે, તેને કાંસમાં રેડ કાર્પેટ પર સિલ્વર મેટાલિક ગાઉનમાં બધાનું જ ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks