હિના ખાને ઢીલું ઢીલું બ્લાઉઝ પહેરીને ફિગર દેખાડ્યું, આ જોઈને ભડક્યા યુઝર્સ ધર્મને લઈને કમેન્ટ કરવા લાગ્યા 

નાના પડદાની મશહૂર સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ બનાવનારી હિના ખાન આજે એક મોટી સ્ટાર બની ગઇ છે. હિના ખાને નાના પડદાથી લઇને મોટા પડદા સુધીની સફર કરી છે. અભિનેત્રી તેની દમદાર અદાકારી માટે જાણિતી છે. હિના ખાનને છેલ્લે કસોટી ઝિંદગી કે સીક્વલ નેમમાં જોવામાં આવી હતી. આ શોમાં તે નેગેટિવ પાત્ર કોમોલિકાના રોલમાં જોવા મળી હતી.

જો કે, કોમોલિકા બની હિનાએ તેની કાતિલાના અદાઓથી બધાને ઘાયલ કરી દીધા હતા. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તે ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર તેના નવા નવા ફોટોશૂટ્સ પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં તે ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળી રહી છે. તેણે આ લુકને કંપલીટ કરવા હેવી મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરો શેર કરતા હિના ખાને લખ્યુ- પોતની ચમક જાતે બનાવો. હિના ખાન બધી તસવીરોમાં દિલકશ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઇ ચાહકો કમેન્ટ સેક્શનમાં અમેઝિંગ, હોટ, નાઇસ, બ્યુટીફુલ, કયામત હો, સ્પાર્કલ વિથ ફાયર અને પ્યોર બ્યુટી જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

હિનાની આ તસવીરોમાં બધાનું ધ્યાન તેના ડિપનેક બ્લાઉઝ પર અટકી ગયુ હતુ. કેટલાક લોકો હિનાને ક્લીવેજ ફ્લોન્ટ કરવા માટે ટ્રોલ કરી રહ્યા છે, તેઓ તેના મુસ્લિમ હોવા પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યુ- ક્યારેક ક્યારેક લાગે છે તમે મુસલમાન નથી. એકે લખ્યુ- હું તમને એકવાર બુર્ખામાં જોવા માંગુ છું. જયારે એકે લખ્યુ કે, મુસલમાન છે તો એવું કામ કરો ને. જણાવી દઇએ કે, હિના ખાન છેલ્લા ઘણા વર્ષોથી રોકી જેસવાલને ડેટ કરી રહી છે.

બંનેએ તેમના રિલેશનને સાર્વજનિક કરી દીધુ છે અને એવું કહેવામાં આવી રહ્યુ છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.હિના ખાન અને રોકીની મુલાકાત 2009માં થઈ હતી. બંનેની મુલાકાત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર થઈ હતી. ત્યારથી બંને સાથે છે. ઘણીવાર બંને સાથે સમય વિતાવતા જોવા મળે છે.

હિના અને રોકીએ જીવનના દરેક મુશ્કેલ સમયે એકબીજાને સાથ આપ્યો છે, અને હિંમત વધારી છે.હિના ખાન ટીવીની સાથે-સાથે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી. આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે.

ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. તેણે ‘બિગ બોસ 11’ માં ભાગ લીધો અને પછી તેની અનફિલ્ટર કરેલી છબી બતાવી. તે આ શોમાં પોતાને સાબિત કરવામાં સફળ રહી હતી, આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

Shah Jina