મનોરંજન

હિના ખાને શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, સ્ટાઇલિશ આઉટફિટમાં હિના ખાનનો જોવા મળ્યો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

ટીવીની સંસ્કારી વહુ હિના ખાને તસવીરો શેર કરી મચાવી ધમાલ, હલી ગયુ સોશિયલ મીડિયા

ટીવીથી લઇને બોલિવુડ સુધી તેના અભિનયના દમ પર લાખો લોકોના દિલ પર રાજ કરનારી અને તેના અભિનયનો ડંકો વગાડનારી અભિનેત્રી હિના ખાન લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. હિના ખાન તેની તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે.

અભિનેત્રી હિના ખાને હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિનાનો લુક ખૂબ જ હોટ અને બોલ્ડ જોવા મળી રહ્યો છે. આ તસવીરોએ તો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે.

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે તે જોઇને તો ચાહકો હક્કા બક્કા રહી ગયા છે. આ તસવીરોમાં હિનાની કાતિલાના અદાઓ જોવા મળી રહી છે.

હિનાએ સમર અને સ્પ્રિંગ વાઇબ્સની તસવીરો શેર કરી છે. વ્હાઇટ કલરના આ આઉટફિટ પર બ્લુ કલરનું ફ્લોરેલ પ્રિંટ છે. આ થ્રી પિસ સેટમાં સ્કર્ટ સ્ટ્રેટ કટ અને સ્કિનફિટ છે. આ મિની સ્કર્ટ સાથે તેણે મેચિંગ ટોપ પહેર્યુ છે, જે ક્રોપ્ડ અને બ્રાલેટ સ્ટાઇલમાં ડિઝાઇન કરેલુ છે. આ સાથે તેણે જેકેટ પહેર્યુ છે.

હિના ખાને આ સ્ટાઇલિશ લુક સાથે ન્યુડ કલરની હિલ્સ કેરી કરી હતી અને આ સાથે જ તેણે મેકઅપ કર્યો હતો તેમજ તેને વાળને ખુલ્લા રાખ્યા હતા અને આ આઉટફિટમાં તે કાતિલાના પોઝ આપતી જોવા મળી હતી.

હિના આ તસવીરોમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. તેની ચાહકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને તેના ફોટોશૂટે આ વખતે પણ લોકોનું દિલ જીતી લીધુ છે.

હિના ખાનનો આ તસવીરોમાં ખૂબ જ ગોર્જિયસ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. હિનાનું આ ફોટોશૂટ જોઇ ફેન્સના તો હોંશ જ ઉડી ગયા છે. તેનું કમેન્ટ બોક્સ પણ પ્રશંસાઓથી ભરાઇ ચૂક્યુ છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર કયારેક ટ્રેડિશનલ લુક, કયારેક ગ્લેમરસ લુક તો કયારેક બોલ્ડ લુકમાં ધમાલ મચાવતી રહે છે. હિના ખાન તેની ખૂબસુરતી અને ડ્રેસિંગ માટે જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તમને જણાવી દઇએ કે, હિના ખાને તેના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસ ધારાવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરી હતી. આ ધારાવાહિકથી હિનાને ઓળખ મળી હતી અને તે મશહૂર થઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)