અભિનેત્રી હિના ખાને સોશિયલ મીડિયા પર કર્યો ચોંકાવનારો ખુલાસો, બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ પર છે અભિનેત્રી…કહ્યું , “મજબુતીથી…”

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ટીવી અભિનેત્રી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું, “ત્રીજા સ્ટેજ પર છું, સારવાર ચાલી રહી છે”

Hina Khan Diagnosed Breast Cancer : બૉલીવુડની જેમ જ ટીવી કલાકારો પણ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે, તેમની પણ ખુબ જ મોટી ફેન ફોલોઇંગ હોય છે. ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી અપડેટ પણ ચાહકો જાણવા માંગતા હોય છે. હાલ અભિનેત્રી હિના ખાનને લઈને એક એવી જ ચોંકાવનારી ખબર સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી હિના ખાન વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તે સારવાર માટે દાખલ છે. હવે અભિનેત્રીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં બધું જ જણાવવામાં આવ્યું છે. હિના ખાને લખ્યું છે કે, ‘હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું એવી તાજેતરની અફવાઓને લઈને હું તમારી સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.’ હિના ખાને આગળ લખ્યું, ‘હું હિનાહોલિક્સ અને મારા પ્રત્યે પ્રેમ અને કાળજી રાખનારા તમામ લોકો સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર છે.

હિના ખાને આગળ કહ્યું કે.. “આ હોવા છતાં, હું બધાને કહેવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગને દૂર કરવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને હું આમાંથી વધુ મજબૂત બનવા માટે શક્ય તેટલું બધું કરવા તૈયાર છું. હિના ખાને ચાહકો પાસેથી કેટલીક ગોપનીયતાની માંગણી કરી હતી. તેણે કહ્યું, ‘હું આ સમય દરમિયાન તમારી પાસેથી થોડું સન્માન અને પ્રાઈવસી ઈચ્છું છું. હું તમારા પ્રેમ અને પ્રાર્થનાની કદર કરું છું.”

તેને એમ એમ પણ લખ્યું કે “તમારા અંગત અનુભવો, વાર્તાઓ અને તમારા સૂચનો આ પ્રવાસમાં મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું મારા પરિવાર અને નજીકના લોકો સાથે સકારાત્મક રહીશ. ભગવાનની કૃપાથી, અમને વિશ્વાસ છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલતા રહો.”

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel