21 વર્ષ નાની અભિનેત્રીએ 54 વર્ષના સલમાનને આપી લગ્ન કરવાની ઓફર, પછી જે થયું બાપ રે
અભિનેતા સલમાન ખાન દ્વારા હોસ્ટ રિયાલિટી શો બિગ બૉસ-14 હંમેશાની જેમ ટીઆરપીની બાબતે ટોપ લિસ્ટમાં રહ્યો છે. આ વખતે પણ ટીવી જગતના ઘણા નામચીન લોકોએ આ શો માં ભાગ લીધો હતો. એ તો બધા જાણે જ છે કે ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહી ચૂકેલા 54 વર્ષના સલમાન ખાને હજી સુધી કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા. જો કે જે પણ શો માં સલમાન ખાન હાજરી આપે ત્યાં તેના લગ્નની વાત ચોક્કસ કરવામાં આવે છે અને સલમાન ખાન સાથે આ બાબત પર મજાક-મસ્તી પણ કરવામાં આવે છે. આવું જ કંઈક બિગ બૉસ -14માં પણ બન્યું હતું.

બિગ બૉસના શરૂઆતમાં અભિનેત્રી ગૌહર ખાન, હીના ખાન અને સિદ્ધાર્થ શુક્લા સંચાલકના સ્વરૂપે ઘરમાં આવ્યા હતા અને બાકીના કન્ટેસ્ટન્ટ્ને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા. વિકેન્ડ કા વારમાં ત્રણે સંચાલકોએ સલમાન ખાન સાથે ખુબ મજાક મસ્તી પણ કરી હતી. આ જ સમયે હીના ખાને સલમાન ખાનને લગ્નની વાત પૂછી લીધી હતી.
આ બાબતનો જવાબ આપતા સલમાને કહ્યું કે સિદ્ધાર્થ શુક્લાના લગ્ન થવાના છે, આ વાત જાણીને દરેક કોઈ હેરાન રહી જાય છે અને પૂછવા લાગ્યા કે આખરે તે કોણ છે જેની સાથે સિદ્ધાર્થ લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના પછી સલમાને ફરીથી મજાકના ભાવમાં કહ્યું કે,”તે તો બાલિકા વધુ શોમાં લગ્ન કરવાનો છે”. તેના પર હિનાએ કહ્યું કે હું તો લગ્નની પાર્ટીમાં જવા માટે ખુબ જ ઉત્સાહિત રહું છું.

જેના પછી સલમાને હીનાને પૂછ્યું કે,”શું તું લગ્ન નથી કરવાની!” તેના પર હીનાએ સલમાન ખાન તરફ ઈશારો કરતા કહ્યું કે,”સર તમે આ રોલ માટે એકદમ બેસ્ટ છો”. હીનાની વાતનો જવાબ આપતા સલમાને કહ્યું કે,”અરે ભાઈ મારી લગ્ન કરવાની ઉંમર નીકળી ગઈ છે, અને હવે હું લગ્ન કરવા પણ નથી માંગતો.તેનાથી તમને કઈ વાંધો છે! કોઈના પણ લગ્નની વાત હોય તો બધું જ મારા લગ્ન પર આવી જાય છે”. જેના પછી ફરીથી હાજર લોકો હસવા લાગે છે.

જણાવી દઈએ કે કલર્સ પર સિદ્ધાર્થ અને પ્રત્યુષા બૅનર્જીનો શો બાલિકા વધુ ફરીથી પ્રસારિત થયો હતો અને તે સમયે આવનારા મહાએપિસોડમા સિદ્ધાર્થ એટલે કે શિવરાજ અને પ્રત્યુષા એટલે કે આનંદીના લગ્ન થવાના હતા.

જણાવી દઈએ કે સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ રાધેને લીધે પણ ચર્ચિત છે. જ્યારે અભિનેત્રી હિના ખાન પોતાનો આવનારો પ્રોજેક્ટ વિશ લિસ્ટમાં વ્યસ્ત છે અને હાલ તે યે રિશ્તા ક્યાં કેહલતા હૈ ના કૉ-પ્રોડ્યુસર રૉકી જાયેસવાલને ડેટ કરી રહી છે.