ટેલિવિઝન એક્ટ્રેસ હીના ખાનનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોએ હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં હિના ખાન સાથે એક દુર્ઘટના થતી નજરે ચડે છે. આ વિડીયો જોઈને હિના ખાનના ઘણા ફેન્સ પર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા.
આ વાયરલ થયેલા વિડીયોમાં એક દુર્ઘટના થતી નજરે ચડે છે. આ વીડિયોને ખાસ વાત એ છે કે, આ દુર્ઘટના ફિલ્મના શૂટિંગ દરમિયાન થઇ હતી. આ દુર્ઘટના સાચે થઇ ના હતી પરંતુ ફિલ્મના એક હિસ્સા તરીકે શૂટિંગ કરવામાં આવ્યું હતું. હિના ખાનના આ વિડીયોને ઘણા લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયોને કારણે હિના ખાનના ફેન્સ તેના આ અંદાજને વધુને વધુ પસંદ કરે છે.
જણાવી દઈએ કે, હિના ખાન બિગબોસમાં ઘણી ચર્ચામાં રહી હતી, સાથે જ શિલ્પા શિંદે સાથે તેના ઝઘડાને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, હિના ખાનનો આ વાયરલ થયેલો વિડીયો તેની આગામી ફિલ્મ ‘ હૈંકડ’ ના એક્સીડેન્ટ સીનનો છે. જેમાં હિના ખાનની એક ટેમ્પો સાથે જબરદસ્ત ટક્કર લાગે છે. હિના ખાને આ સીન બહુ જ સારી રીતે નિભાવ્યો છે. આ કારણે જ હીના ખાનનો આ વિડીયોને સોશિયલ મીડિયામાં વારંવાર જોવામાં આવે છે. આ સીનને કરતી વખતે ઘણી સાવચેતી રાખવી પડી હતી.જેના કારણે આ સીન બહુ સારો થયો છે. ‘હૈકડ’ વિક્રમ ભટ્ટની ફિલ્મ છે.
View this post on Instagram
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝથી કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ હિના ખાન જલ્દી જ ‘લાઇન્સ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. હિના ખાનની ફિલ્મ ‘લાઇન્સ’ને રાહત કાઝમી તારિક ખાન ને ઝેબા સાજીદને પ્રોડ્યુસ કરી છે.
હિના ખાનની કરિયરની વાત કરવામાં આવે તો તેને ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ સિરિયલથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ હીના ખાન ‘ખતરો કે ખેલાડી’ અને ‘બિગ બોસ’ જેવા રિયાલિટી શોમાં નજરે આવી હતી. ત્યારબાદ હિના ખાને ‘કસોટી જિંદગી કી-2’ સિરિયલમાં કોમોલિકના રોલમાં નજરે ચડી હતી. પરંતુ અન્ય ઇન્ટરનેશનલ અને ફિલ્મ પ્રોજેક્ટ્સને કારણે તેને આ શોને અલવિદા કહી દીધું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.