‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સીધી સાદી અક્ષરાએ હદથી વધારે ડીપનેક ગાઉનમાં બતાવ્યો હોટ અંદાજ- તસવીરો જોઇ ચાહકો રહી ગયા હક્કાબક્કા

Hina Khan in shimmery gown : ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાનો એક ફિલ્મફેર (Filmfare) એવોર્ડ હાલમાં જ યોજાયો હતો. આ એવોર્ડમાં બોલિવુડ અને ટીવી સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. શ્રેષ્ઠ અભિનેતા માટે રાજકુમાર અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે આલિયા ભટ્ટે બાજી મારી. ત્યાં આ એવોર્ડ નાઇટમાં ઘણી હસીનાઓનો સ્ટાઇલિશ અવતાર જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

જો કે, આ બધા વચ્ચે હિના ખાને (Hina Khan) પોતાના ગ્લેમરસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી, જેની કેટલીક તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પણ શેર કરી છે. હિના ખાનની કિલર સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટીવીની આ સંસ્કારી વહુએ બોલ્ડ ગોલ્ડન ગાઉન પહેર્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

આ ફિગર હગિંગ આઉટફિટમાં ડીપ પ્લંગિંગ નેકલાઇન આપવામાં આવી હતી, જે તેના લુકમાં બોલ્ડનેસ ઉમેરી રહી હતી. આ ડ્રેસ પર યલો અને ઓરેન્જ સિક્વન્સ ઉમેરવામાં આવ્યા હતા. જેની સાથે ફ્રિન્જ્સ ઉમેરવામાં આવી હતી, જે તેને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહી હતી. આ ગાઉનમાં સિક્વિન્સની સાથે બીડ્સ પણ ઉમેરવામાં આવી હતી, જે તેને શિમરી આઉટફિટ બનાવતી હતી. તેમાં ઉમેરાયેલ ફ્રિન્જ્સ હિનાને ક્લાસી લુક આપી રહ્યા હતા.

આઉટફિટમાં થાઇ હાઇ સ્લિટ હિનાના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી હતી. આ ટાઇટ ફિટિંગ ડ્રેસમાં હિનાએ તેના કર્વ્સ જોરદાર રીતે ફ્લોન્ટ કર્યા અને તેના ટોન પેટને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું હતુ. હસીનાનું ગાઉન બેકલેસ હતું, જેમાં તે તેની બેકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હૉલ્ટર નેકલાઇન પર ઉમેરવામાં આવેલા સ્ટ્રેપ ઓમ્ફ ફેક્ટરને વધારવા માટે કામ કરી રહ્યા હતા.

એમાં કોઈ શંકા નથી કે હિનાનો આ ડ્રેસ ઈવેન્ટમાં દૂરથી જ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. લુકને પૂર્ણ કરવા માટે હિનાએ ડ્રોપડાઉન ઈયરિંગ્સ પહેરી હતી અને સ્ટેટમેન્ટ રિંગ્સ તેમજ સ્ટ્રેપી હીલ્સ સાથે લુક કંપલીટ કર્યો હતો. જ્યારે મેકઅપ માટે હેવી ફાઉન્ડેશન, લિપ શેડ, સ્લીક આઈલાઈનર, રોઝી ચીક્સ, શાર્પ કોન્ટૂર, મસ્કરા, આઈશેડો તેમજ હાફ પોનીટેલ લેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hinakhan.Fanpage (@swati_hinaholics)

ટીવી અભિનેત્રી હિના ખાનને કેટલીકવાર તેના ગ્લેમરસ અવતાર માટે ટ્રોલ કરવામાં આવે છે. આ લુકમાં પણ કંઇક આવું જ થયુ. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાના પાત્રથી ઘર-ઘર ફેમસ થયેલી હિના ખાનના ફોલોઅર્સની કોઈ કમી નથી, પરંતુ આ દિવસોમાં તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે. હિના ખાન થોડા દિવસ પહેલા પરિવાર સાથે ઉમરાહ કરવા માટે મક્કા ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ABP News (@abpnewstv)

જ્યારથી તે પાછી આવી છે ત્યારથી લોકો તેને તેના આઉટફિટને લઈને ટ્રોલ કરી રહ્યા છે. હિના ખાન હંમેશા ગ્લેમરસ રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર એક કરતા વધારે ખૂબસૂરત તસવીરો છે. હિના ખાનના તમામ લુક્સ પણ ચાહકોને પસંદ આવે છે, પણ ઉમરાહ બાદ તેને તેના રિવિલિંગ આઉટફિટ માટે ટ્રોલ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by LimeLight (@limelightinsta)

Shah Jina