હીનાનાં પહેલાં લગ્ન જુહાપુરાના બિઝનેસમેન સાથે કર્યા પણ માસીના દીકરા જોડે સંબંધ હોવાથી ભાગી ગઈ હતી ને……..

ઓહ બાપ રે….મહેંદી પેથાણીના પહેલાના પતિ વિશે જાણીને ચોંકી જશો- માસીના દીકરા જોડે…જાણો વિગત

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા નિરાધાર બાળકના પરિવારની પોલીસે ગણતરીના સમયમાં જ શોધખોળ કરી લીધી સાથે જ ઘણા ચોંકાવનરા ખુલાસા પણ થયા, નિરાધાર બાળકને ગૌશાળા પાસે છોડી જનારા તેના પિતાની પોલીસે કોટાથી ધરપકડ કરી લાવવામાં આવ્યો હતો. જેના બાદ ઘણી એવી બાબતો સામે આવે જે રૂંવાડા ઉભા કરી દેનારી હતી.

સચિને નિરાધાર બાળકની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેની લાશને પણ સૂટકેસમાં બંધ કરી અને ઘરમાં મૂકી દીધી હતી. ત્યારે હવે આ બાબતે એક બીજો મોટો ખુલાસો પણ થયો છે. જેમાં સામે આવ્યું છે કે હિનાના લગ્ન જુહાપુરમાં રહેતા બિઝનેસમેન આદિલ પંજવાણી સાથે થયા હતા.પરંતુ સાડા ત્રણ વર્ષ પહેલા હિના ગુમ થઈ ગઈ હતી. જે બાબતે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. થોડા સમય બાદ તે મળી આવી હતી. પરંતુ મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. જેના કારણે આદિલે મહેંદીની સાથે હીનાએ છુટાછેડા લીધા હતા. જેના બાદ સચિન સાથે તે લિવ ઇનમાં રહેવા લાગી હતી.

આ બાબતે દિવ્ય ભાસ્કરે મહેંદીના પ્રથમ પતિ આદિલ પંજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, “હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વિનાની મહેંદીને મે હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત વિશેના અહેવાલ વાંચી મને ખૂબ દુઃખ થયું છે.”

અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી. ત્યાર બાદ મહેંદીને તેની નાનીને ત્યાં ચિત્રાસણ, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી. મહેંદીના પિતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેમની દીકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજ કરી છે કે તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે. (સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

આ બાબતે મીડિયા રિપોર્ટ પ્રમાણે એ પણ જાણવા મળી રહ્યું છે કે જયારે સચિને નિરાધાર બાળકની માતા હિના પેથાણીની ગળું દબાવીને હત્યા કરીરહ્યો હતો ત્યારે માસુમ નિરાધાર બાળક ફોનની અંદર ગેમ રમી રહ્યો હતો.  નિરાધાર બાળક હજુ તો નિરાધાર બાળક સરખી રીતે મા શબ્દ બોલી શકે એ પહેલા જ તેના પિતાએ તેની માતાની હત્યા કરી નાખી.

હિના જયારે અમદાવાદના એક શો રૂમમાં નોકરી કરતી હતી તે દરમિયાન તેનો સચિન દિક્ષિત સાથે સંપર્ક થયો હતો. જેના બાદ તેઓ વડોદરામાં રહેવા આવી ગયા હતા. આ નાગેની વાત હીનાએ આસપાસના કેટલાક લોકોની સાથે શેર કરી હતી. હિના વડોદરામાં રહેતા મોટાભાગે ઘરની બહાર આવતી નહોતી, જયારે કચરાની ગાડી આવે ત્યારે જ તે બહાર આવતી હોવાનું પણ સામે આવ્યું છે.

તો નવ ભારત મીડિયાના રિપોર્ટ પ્રમાણે હિના ઉર્ફે મહેંદીના પાડોશી અમિતા તિવારીના જણાવ્યા અનુસાર થોડાક દિવસ પહેલા હિનાબેન તેમના બાળક સાથે બાલ્કનીમાં ફસાઇ ગયા હતા. આજુબાજુના લોકોએ તેમને મદદ કરી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ નવરાત્રી શરૂ થયાના એક દિવસ પહેલા લગભગ રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ બાળકનો મોટેથી રડવાનો અવાજ આવતો હતો.”

તેમને આગળ જણાવ્યું કે “અમને લાગ્યું કે બાળક છે તો સામાન્ય કારણોસર રડતું હશે. ત્યાર બાદ ઘરમાં કોઇ અવર જવર નથી.  હિના અને સચિન પતિ પત્ની હોવાની અહી બધાને ખબર હતી. તેઓ લીવ ઇનમાં રહેતા હશે તેવી કોઇને શંકા પણ ન હતી. આ લોકો કોઇની સાથે સંપર્કમાં પણ રહેતા ન હતા.”

Niraj Patel