મનોરંજન

બિગ બોસ ફેમ હિના ખાનના પિતાએ બ્લોક કરી દીધા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, આ છે કારણ

હિના ખાન તેની ફેશન સેન્સ અને ખુબસુરતીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નાગિન ફેન હિના ખાનના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅરની સંખ્યા વધીને 1 કરોડ થઇ ગઈ છે. આ માટે હીનાએ ફેન્સનો પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. હિના ખાન ઘણી સ્ટાઈલિશ છે તેથી તે ઘણું શોપિંગ કરે છે. હિના ખાન પાણીની જેમ પૈસા વહાવી દે છે. હાલમાં જ હિના ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાનના પૈસા ઉડાડવાની આદતને લઈને તેના પિતા તંગ આવી ગયા છે. આ કારણે હિનાના પિતાએ દીકરીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પિતા સાથે વાત કરી રહી છે. વીડિયોમાં તેના પિતા કહી રહ્યા છે કે લોકડાઉન છે તેથી પૈસા બચત કરો. આ સાથે જ કહી રહ્યા છે કે, હિનાના નકામા ખર્ચથી તંગ આવીને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાન તેના પિતાની આ હરકતથી ઘણી નારાજ અને પરેશાન છે. વીડિયોમાં હિના ખાન તેમના પિતાને કહે છે કે, તેની પાસે કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નથી. આ પર તેના પિતા કહે છે કે મેં બધા કાર્ડ બ્લોક કરાવી દીધા છે. આ વાત સાંભળીને હિના પૂછે છે કે, તમે મારા બધા કાર્ડ બ્લોક કરાવી દીધા પણ કેમ ?

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાનના પિતા આ સવાલ પર તેમની સફાઈ આપે છે. તેમને કહ્યું કે, લોકડાઉન હજુ પૂરું નથી થયું તો તારે પૈસાની બચત કરવી જોઈએ. આ સાંભળીને હીનાને સૌથી મોટી ચિંતા એ હતી કે, તે હવે શોપિંગ કેવી રીતે કરશે અને કોફી કેવી રીતે ખરીદશે. આ તકલીફનો હલ બતાવવા પિતા કહે છે કે, હું ખુદ તને કોફી માટે 200 રૂપિયા આપીશ અને બાકીના ખર્ચ માટે પણ પૈસા આપીશ. આ સાંભળીને હિના ઘણી નારાજ થઇ જાય છે અને કાર્ડ પરત લેવાની જીદ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

જણાવી દઈએ કે હિના ખાન બિગ બોસ 14 માં પણ જોવા મળી હતી. સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે તે આ શોમાં બે અઠવાડિયા સુધી હતી કારણ કે તે સિનિયર પણ હતી. આ પહેલા પણ તે વખતો-વખત બિગ બોસના એપિસોડમાં જોવા મળે છે. અત્યારે તે ઘરની બહાર આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

થોડા સમય પહેલા હિના ટાઇમ્સ ટોપ 20 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓન ટીવી બની હતી. એટલે કે, તેને 2019 ની ટીવીની પસંદગીની એક્ટ્રેસ તરીકે પસંદગી થઇ હતી. હિના ખાને તેની કરિયરની શરૂઆત સ્ટાર પ્લસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ થી કરી હતી. હિનાખાન બોલિવૂડમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. તાજેતરમાં જ તેની Hacked ફિલ્મ રિલીઝ થઈ હતી. જે સાયબર ક્રાઇમના વિષય પર આધારીત હતી.

 

View this post on Instagram

 

A post shared by Wonder Woman (@celebdiary1) on