સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજમાર્ગ પર એક વાહન ટ્રેલરના પાછળના ભાગમાં અથડાતાં 7 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.
આ દુર્ઘટના એટલી તીવ્ર હતી કે ઇનોવા કારનો સંપૂર્ણ વિનાશ થયો હતો અને મૃતદેહો વાહનમાં ફસાઈ ગયા હતા. પરિણામે, બચાવ કાર્યકરોને ગેસ કટરનો ઉપયોગ કરીને કારના અવશેષોને કાપવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ફરજ પડી હતી.
તમને જણાઈ દઈએ કે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ એક કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં સવાર લોકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તેમજ 1ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું.
હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર અચાનક એક ટ્રેલરના પાછળના ભાગમાં જોરદાર રીતે અથડાઈ હતી. આ ઘટનાને કારણે રાજમાર્ગ પર અવ્યવસ્થા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ, હિંમતનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે GJ01RU0077 નંબરની ઇનોવા કાર અત્યંત ઝડપથી શામળાજી તરફથી આવી રહી હતી.
હજુ સુધી મૃતકોના નામની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બચી ગયેલી એક વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી છે અને તેને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દિવ્ય ભસ્કર રિપોર્ટ અનુસાર,કારમાં જુવાનજોધ દીકરા સવાર હતા અને લગભગ બધાની ઉમર 23 આસપાસ હતી. અસકસ્માતની ખબર સાંભળીને અમને આઘાત લાગ્યો છે. તે એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈકાલે રાત્રે 9:00 વાગ્યે જ નીકળ્યો હતો અને સવારે તેના મૃત્યુની ખબર આવતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ઈનોવા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આગળથી તો ટામેટુ ચગદાઈ જાય એ રીતે તેનો ચૂરો બોલી ગયો હતો. બાદમાં 108 અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તેમને આવીને કટર વડે ગાડીના દરેક દરવાજા તોડવા પડ્યા હતા. બાદમાં એક એક કરીને ગાડીનો ભાગ છૂટો કર્યો અને જે પણ મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.