મનોરંજન

સેલ્ફી લેવા મામલે લોકોના શિકાર બનેલી રાનૂને લઇને હિમેશે કહ્યું જ્યાંથી આવી છે ત્યાં…

હિમેશ રેશમિયાની વાતોમાંથી રાનુ મંડલનો વિષય હટતો જ નથી. તે જયારે પણ વાતો કરે છે ત્યારે રાનુ મંડલની વાત વચ્ચે આવી જ જાય છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશ્કરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા’ ગાઈને રાતો રાત ફેમસ થઈ ગઈ હતી. તેના પછી હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં ગાવાની તક આપી હતી. જોતજોતા જ રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવવાવાળી રાનુ એક મોટી સેલિબ્રિટી બની ગઈ.

Image Source

સેલિબ્રિટી બન્યા પછી રાનુ કેટલીક વાર ટ્રોલ પણ થઈ હતી. થોડા સમય પહેલા તેનો એક વીડિયો ખુબ જ ટ્રોલ થયો હતો તેમાં તેની એક ચાહકને રાનુ સાથે સેલ્ફી લેવી હતી પરંતુ રાનુએ તેને સેલ્ફી લેવાની ના પડી અને તેને વઢી પણ હતી. આ વીડિયો પછી રાનુ ખુબ જ ટ્રોલ થઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં હિમેશે જણાવ્યું કે રાનુ સ્ટાર બની ગઈ છે તો તેના ટ્રોલ થવાની આદત પણ પાડવી પડશે.

Image Source

હિમેશ રેશમિયાએ રાનુ મંડલની ટ્રોલિંગ પર ખુલાસો કર્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ‘જયારે મેં તેને બ્રેક આપ્યો ત્યારે હું ઈચ્છતો હતો કે મને લતાજીનો અવાજ મળે, જે ‘તેરી મેરી કહાની’ના આલાપમાં કન્ટેમપરેરી મોર્ડન ગિટાર સાથે મળી શકે. જયારે આ ગીત હિટ થઈ ગયું તો તે બધે છવાઈ ગઈ, અને મને એવું લાગે છે કે સેલ્ફીવાળી ઘટના પછી લોકોએ તેને ટ્રોલ કરવાની શરુ કરી હતી. જે તેમને ફેન્સ સાથે પડાવી ન હતી.’

Image Source

હિમેશ રેશમિયાએ આગળ જણાવ્યું કે મને આખી ઘટના વિશે કોઈ માહિતી નથી, હું આ વિશે જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી. મને એવું લાગે છે કે જયારે તમને અટેંશન મળે, જયારે તમે સ્ટાર બની જાઓ ત્યારે લોકોનો વધારે પ્રેમ મળવાનો શરુ થઈ જાય છે તો તમારે આ બધા માટે તૈયાર રહેવું પડે.

Image Source

મને નથી લાગતું જ્યાંથી તે આવી છે તેના માટે તે તૈયાર હતી કે નહિ પરંતુ તે સ્ટાર બની ગઈ છે બધા સેલિબ્રિટીને આમાંથી પસાર થવું પડે છે, પછી તેમને ગમે કે ન ગમે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.