ફિલ્મી દુનિયા

હિમેશ રેશમિયાએ રાનુ મંડલને પહેલું ગીત ગાવા માટે આપી અધધધ ફી? જાણો સમગ્ર વાત

બંગાળના રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ભીખ માંગનાર ગરીબ સ્ત્રી રાનુ મંડલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમને લતા મંગેશકરનું ગીત ગાયું હતું, એ પછી તેમનું નસીબ બદલાઈ ગયું છે. તેમના સુરીલા અવાજને કારણે તેમને બોલિવૂડની એક ફિલ્મમાં ગીત ગાવાનો મોકો મળ્યો છે.

બોલિવૂડ સિંગર અને કમ્પોઝર હિમેશ રેશમિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાનુ મંડલનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં રાનુ મંડલ તેમની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું ગીત તેરી મેરી ગાતી જોવા મળે છે. રાનુ મંડલનો રેકોર્ડિંગ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ખબરો અનુસાર, હિમેશ રેશમિયાએ રાનુને આ ગીત ગાવાનો તેમનો પહેલો પગાર આપ્યો છે. ખબરો અનુસાર, હિમેશે રાનુ મંડલને આ ગીત ગાવા માટે લગભગ 6-7 લાખ રૂપિયા ઓફર કર્યા છે. પરંતુ રાનુએ આટલા પૈસા લેવાથી ઇન્કાર કરી દીધો છે.

રિપોર્ટ અનુસાર, હિમેશે રાનુને જબરદસ્તીથી પૈસા આપ્યા અને કહ્યું કે બોલિવૂડમાં તમને સુપરસ્ટાર બનવાથી કોઈ રોકી શકશે નહિ. હિમેશે જણાવ્યું કે રાઇટર સલીમ ખાને તેમને સલાહ આપી હતી કે જો એ કોઈ પ્રતિભાશાળી વ્યક્તિથી મળે તો તેને જવા દેવું જોઈએ નહિ. પણ તેની પ્રતિભાને આગળ લાવવામાં તેની મદદ કરવી જોઈએ. જણાવી દઈએ કે હાલમાં જ રાનુ ટીવી પર સિંગિંગ શોના સ્ટેજ પર જોવા મળી હતી.

જો કે આ વાયરલ ખબર સાચી છે કે ખોટી એ વાતની કોઈ જ સ્પષ્ટ જાણકારી નથી મળી. હિમેશ કે રાનુ તરફથી આ વિષે કોઈ જ વાત કહેવામાં આવી નથી. રાણુનું કહેવું છે કે આ તેમનું બીજું જીવન છે અને આને તેઓ બહેતર બનાવવાની કોશિશ કરશે.

ખબરો અનુસાર, રાનુ મંડલને હજુ વધુ ઓફર મળી રહી છે. હાલમાં જ એક વાતચીતમાં સલમાન ખાને પણ કહ્યું કે તેઓ પોતાની ફિલ્મમાં રાનુનું ગીત નાખશે અને અક્ષય કુમારની ફિલ્મમાં પણ એ ગીત ગાઈ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.