ખબર

રાનુ મંડલ પાસે ગીત ગવડાવવા માટે હિમેશ રેશમિયાને કરવી પડી હતી ઘણી મહેનત, પહેલી વાર સામે આવ્યો નવો વિડીયો

પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલ આજે ચારે તરફ ચર્ચાનો વિષય બનેલી છે. લતા મંગેશકરના ગીત દ્વારા રાનુનું ભાગ્ય જ બદલાઈ ગયું છે. એવામાં હિમેશ રેશમિયાએ રાનુને પોતાની ફિલ્મમાં ગાવાનો મૌકો આપ્યો હતો. એવામાં રાનુ હિમેશ માટે ઘણા ગીતો રેકોર્ડ કરી ચુકી છે. પણ શું તમે જાણો છો કે રાનું પાસે ગીત ગવડાવવા માટે હિમેશ રેશમિયાને ખુબ મહેનત કરવી પડી હતી?

Image Source

સોશિયલ મીડિયા પર રાનુ મંડલ અને હિમેશ રેશમિયાનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં રાનુ ગીત રેકોર્ડ કરી રહી છે અને આ વચ્ચે હિમેશ તેને વારંવાર સમજાવતા દેખાઈ રહ્યા છે. ગીત રેકોર્ડ કરવાના સમયે રાનુએ ઘણીવાર બ્રેક લીધો, જેની વચ્ચે હિમેશે તેને ઘણીવાર ગીતની સાચી અને યોગ્ય ધુન જણાવી હતી.

Image Source

જો કે રાનુ રેડીયો સાંભળીને ગીતો ગાયા કરતી હતી પણ આ પહેલી વાર હતું કે તે કોઈ સંગીતકારની ધૂન પર ગીત ગાતી હોય. માટે પોતાની ધૂન પર ગીત ગવડાવવા માટે હિમેશને ખુબ મહેનત કરવી પડી હતી. ઘણા કલાકો સુધી પ્રેક્ટિસ કર્યા પછી રાનુ માટે ગીત સંભવ થઇ શક્યું હતું.

Image Source

જુઓ રાનુ મંડલનો ગીત રેકોર્ડિંગનો વિડીયો…


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks