ફિલ્મી દુનિયા

સુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે મારા મનમાં હંમેશા..

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલીવુડની સાથે સાથે ટીવી જગત અને તેના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. સુશાંત સિંહના નિધનથી પંજાબની ફેમસ અભિનેત્રી અને બિગ બૉસ-13 ની કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાના પર પણ ભારે અસર પડી છે. એક ઇન્ટરવ્યુમાં હિમાંશીએ કહ્યું કે તે સુશાંતના નિધનથી ખુબ દુઃખી હતી અને હંમેશા તેને સુશાંતના વિચારો આવતા રહે છે. આ સિવાય હિમાંશીએ એવું પણ કહ્યું કે તેનું બ્લડ પ્રેશર લેવલ પણ ઘટી ગયું હતું.

Image Source

હિમાંશીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,” તેની પાસે એક જાદુઈ આભા હતી, જેનાથી દરેક કોઈ સંબંધ રાખતું હતું, જ્યારે તેનું નિધન થયું તો અમે બધા તેની સાથે જોડાયેલા હતા, જાણે કે અમે એક વક્તિગત સ્વરૂપે તેને ઓળખતા હોય.

Image Source

મને ભારે આઘાત લાગ્યો હતો, મારું મગજ હંમેશા તેના વિચારો કરતું હતું, હું બસ એજ વિચારતી રહેતી હતી કે તેની સાથે શું ખોટું થઇ ગયું છે. તેનાથી મારા સ્વાસ્થ્ય પર પણ ખુબ પ્રભાવ પડ્યો હતો, મારું બ્લડ પ્રેશર લેવલ પણ ઘટી ગયું હતું. તે બુદ્ધિમાન, શાનદાર અભિનેતા, એક સારો દેખાતો અને પોતાની કારકિર્દીમાં સારું કાર્ય કરનારો એક સારા પરિવારનો વ્યક્તિ હતો’.

Image Source

હિમાંશીએ સુશાંત વિશે વાત કરતા આગળ કહ્યું કે,”તેની પાસે જીવનમાં બધું જ હતું. પણ ઘણીવાર લોકોએ નથી સમજતા કે નામ, પૈસા અને પ્રસિદ્ધિ તે વસ્તુ નથી જે દરેક વ્યકિતને ખુશ રાખી શકે. આ વસ્તુંઓ તેને ક્યારેય ખરીદી ન શકે.

Image Source

ઘણીવાર જીવનમાં બધું હોવા છતાં પણ તમે અલગ જ વિચારોમાં ખોવાયેલા રહો છો અને લોકોને એ સમજાવવામાં સફળ રહો છો કે તમને શું પરેશાન કરી રહ્યું છે. હું નથી જાણતી કે સુશાંત ક્યાં સમયમાંથી પસાર થઇ રહ્યા હતા અને તે પોતાની ભાવનાઓ અને સમસ્યા કોઈને શા માટે જણાવી ન શક્યા’.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.