ફિલ્મી દુનિયા

નેહા કક્ક્ડ સાથેના બ્રેકઅપને લઈને હિમાંશએ કહ્યું, તે ટીવી શોમાં રડતી હતી એટલે બધાએ તેનો ભરોસો કર્યો

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્ક્ડ અને એક્ટર હિમાંશ કોહલી વચ્ચેનો રોમાન્સ અને ફરી બ્રેકઅપની ખબર ચર્ચામાં રહી હતી. બંને વચ્ચે જયારે પ્રેમ હતો ત્યારે બંને સોશિયલ મીડિયામાં બંને સાથે જોવા મળતા હતા. હાલ નેહા કક્ક્ડ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-11’ને જજ કરી રહી છે. નેહા અને હિમાંશના બ્રેકઅપ બાદ નેહા વારંવાર શોમાં રડતી નજરે આવી હતી. હાલમાં જ હિમાંશએ તેની તરફથી એક ખુલાસો કર્યો હતો. હિમાંશએ જણાવ્યું હતું કે, તેને આ મામલે નેગેટિવ જ જાહેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha-Himansh (@stars_nk) on

એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં જયારે હિમાંશએ તેના બ્રેકઅપને લઈને પૂછવામાં આવ્યું હતું કે, જયારે બ્રેકઅપ થયું ત્યારે મારી તરફથી કોઈને તકલીફ ના હતી. પરંતુ લોકો પોટ-પોતાની રીતે અનુમાન લગાવા લાગ્યા હતા. આ સમય મારી માટે સૌથી ખરાબ સમય હતો. આજે ભલે હું મારી જિંદગીમાં આગળ વધ્યો હોય પરંતુ એક સમય હતો જયારે લોકો મને સોશિયલ મીડિયામાં ગાળો આપતા હતા. 2018માં જયારે અમે અલગ થયા ત્યારે નેહાએ તેનાથી જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ બાદ કોઈ સાચું કારણ જાણતું ના હતું પરંતુ મને વિલન બનાવી દેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha-Himansh (@stars_nk) on

આ બધું ઘણું હેરાન કરી દેનારું હતું. મેં કોઈને કંઈ જ કહ્યું ના હતું. લોકો તેની પોસ્ટના આધાર પર પોત-પોતાના સૂચનો આપતા હતા. જયારે નેહા ટીવી શો માં રડી પડી હતી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે, મારે જ એને દોષ આપવો જોઈએ. હું પણ રડવા ઈચ્છતો હતો, પરંતુ મારે હિંમત દેખાડવી પડી હતી. આખરે હું પણ માણસ છું.

 

View this post on Instagram

 

A post shared by Neha-Himansh (@stars_nk) on

હિમાંશએ વધુમાં કહ્યું હતું કે, મારુ પણ મન કરતું હતું કે, હું પણ કંઈક કહું. એવું પણ થતું હતું કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે હું પણ કંઈક ટાઈપ કરી લેતો હતો. બાદમાં હું થોડી વાર રાહ જોઈ મારું મન બદલી લેતો હતો. હું એ વિચારતો હતો કે, આ તે શખ્સ છે જેને હું કયારેક પ્રેમ કરતો હતો, હું એના વિષે ખોટું કેમ કહી શકું. મારો પ્રેમ આવો ના હતો. મેં નેહાને ક્યારે પણ પૂછ્યું ના હતું કે, તું મારી સાથે આવું કેમ કરી રહી છે? જયારે આ બધું મને બહુ જ હેરાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha-Himansh (@stars_nk) on

હિમાંશએ આ ઇન્ટરવ્યૂમાં તેના બ્રેકઅપના કારણને લઈને પણ વાત કરી હતી. હિમાંશએ કહ્યું હતું કે. એવા ઘણા બધા કારણ છે કે જેને લઈને હું વાત કરવા નથી ઈચ્છતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે નેહા મારી સાથે રહેવા નથી માંગતી તેથી અમે સહમતીથી અલગ થવાનો ફેંસલો લીધો હતો. તે તેની જિંદગીમાં આગળ વધવા માંગતી હતી. મેં તેના આ ફેંસલાનું સમ્માન કર્યું હતું. જયારે પણ કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે મારે જ ખરું-ખોટું સહન કરવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha-Himansh (@stars_nk) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.